Breaking News : PM નરેન્દ્ર મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, કહ્યુ- ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. રાજ્યને કરોડોના વિકાસ કાર્યની ભેટ આપી છે. કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે.મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરવામાં આવી છે.

Breaking News : PM નરેન્દ્ર મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, કહ્યુ- ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા
| Edited By: | Updated on: Mar 31, 2026 | 1:46 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસ પર છે.અમદાવાદ એરપોર્ટ થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા જ કોબા ખાતે જવા રવાના થયા હતા.ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ.

આજે “મહાવીર જન્મકલ્યાણક”ના પાવન અવસરે મ્યુઝિયમને ખુલ્લુ મુકાયુ છે. “સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય” વિશે વિસ્તારથી જાણીએ. પીએમ મોદીએ કહ્યું ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા છે.આવનારી પેઢી માટે મદદરુપ થઈ શકે,આધુનિકી કરણથી આ મ્યુઝિમયમ બનાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિનું પવિત્ર ધામ પણ કહ્યું છે.

મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર કરાયું

આ મ્યુઝિયમ એટલે ભારતની ઐતિહાસિક વિરાસત અને ભવ્ય સંસ્કૃતિનો અદભુત સમન્વય. જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ મ્યુઝિયમ તૈયાર થયું છે. જેમાં હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રોનો દુર્લભ સંગ્રહ જોવા મળશે. જૈન મુનિએ 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે ફરીને લગભગ 2 લાખ કિ.મી.ની પદયાત્રા કરી. આ પદયાત્રા દરમિયાન તેમણે દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું. જેને આ સંગ્રહાલયમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના વિચારોને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. લગભગ 95 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર થયું છે.

 

 

 

મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરાઈ છે.

  • પ્રથમ ગેલેરીમાં ભગવાન ઋષભદેવથી લઈ નેમિનાથ સુધીના તીર્થંકરોના ચરિત્રનું આલેખન છે. સાથે અહીં 5 થી 15મી સદી સુધીની પ્રાચીન મૂર્તિઓ મૂકવામાં આવી છે.
  • બીજી ગેલેરીમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ તેમજ ધરણેન્દ્ર-પદ્માવતી દેવીની પ્રતિમાઓ મૂકાઈ છે.
  • મ્યુઝિયમની ત્રીજી ગેલેરી ભગવાન મહાવીર સ્વામીને સમર્પિત કરાઈ છે. જ્યાં 12મી સદીનો જૈન વારસો જીવંત થશે.
  • ચોથી ગેલેરીમાં 13મી થી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવાયો છે.
  • પાંચમી ગેલેરીમાં 18 થી લઈ 20મી સદીની કલા-સમૃદ્ધિનો ભવ્ય વારસો જોવા મળશે.
  • તો છઠ્ઠી ગેલેરીમાં ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક અને સાહિત્યિક ક્ષમતાના દર્શન થશે.
  • સાતમી ગેલેરીમાં શેત્રુંજય, ગિરનાર અને રાણકપુર જેવા તીર્થધામોની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી શકાશે.

 

આ સંગ્રહાલય મહાન સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ મહારાજને સમર્પિત છે. સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મના પ્રખર અનુયાયી માનવામાં આવે છે. અને અહિંસાના વૈશ્વિક પ્રચારક તરીકે તે ઓળખાય છે. સમ્રાટ સંપ્રતિ મહારાજે ઈ.સ. પૂર્વે. 224 થી 215 દરમિયાન શાસન કર્યું હતું. અને આ શાસનકાળ દરમિયાન હજારો જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. સંગ્રહાલયનો ઉદ્દેશ તેમના પ્રેરણાદાયી જીવનને ભાવી પેઢી સુધી પહોંચાડવાનો છે. ખાસ વાત એ છે કે અહીં મુલાકાતીઓ માત્ર વસ્તુઓને જોશે નહીં પરંતુ, ડિજિટલ ટેક્નોલોજીથી તે યુગનો અનુભવ કરી શકશે.

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે જુઓપરિવારમાં કેટલા છે સભ્યો? અહી ક્લિક કરો

Published On - 12:29 pm, Tue, 31 March 26

Follow Us