ગાંધીનગર જિલ્લાના મહુડીમાં યુથ કોંગ્રેસની તાલીમ શિબિર ચાલી રહી છે જેમાં જૂથવાદ સામે આવ્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા હાર્દિક પટેલનો બોયકોટ કરવામાં આવ્યો છે. હાર્દક સ્પીચ આપવા ઊભો થવાની સાથે જ કોંગ્રેસના એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા હતા. હોદ્દેદારો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સ્પીચ ટૂંકાવવી પડી હતી.
ઉલ્લેખનીય છે થોડા દિવસ પહેલાં હાર્દિક પટેલે એનું કહ્યું હતું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લો પત્ર લખ્યો છે. જેના અનુસંધાનમાં મનહર પટેલે ટ્વિટ કર્યું હતું કે નરેશન પટેલના વારંવાર આમંત્રણ આપવા અને નિવેદનો કરવાથી આગળ વધીને હવે નરેશભાઈના કોંગ્રેસના પ્રવેશની તારીખો જાહેર કરવી જોઈએ. મનહર પટેલના ટ્વીટને હાર્દિક પટેલ પર નીશાત તાકવાના સંદર્ભમાં જોવાઈ રહ્યું છે.
યુથ કોંગ્રેસની શિબીરમાં હાર્દિક પટેલના બોયકોટ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે એવું કંઈ નથી. કોઈની સ્પીચનો વોક આઉટ થતો હોય એવું નથી. પક્ષ મોટો છે, પક્ષમાં બધા ચૂંટણી સાથે લડ્યા છે. ચૂંટણી લડ્યા પછી યુથ કોંગ્રેસની શિબિર મળી છે. તમામ પદાધિકારીઓ જે તે જૂથના હોય પણ શિબિરમાં સાથે રહી કામ કરશે.
યુથ કોંગ્રેસની તાલીમ શિબિર અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 300 હોદ્દેદારોને તાલીમ આપવામાં આવશે. 28 માર્ચના રોજ યુથ કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવો કરશે. બેરોજગારી, પેપર લિકના મુદ્દે વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે. મંજૂરી મળે કે ના મળે ઘેરાવો કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર
આ પણ વાંચોઃ Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન