CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલની અધ્યક્ષતામાં 15 અને 16મેએ ભાજપની ચિંતન શિબિર, ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે

|

May 12, 2022 | 2:44 PM

ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટીલની અધ્યક્ષતામાં 15 અને 16મેએ ભાજપની ચિંતન શિબિર, ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે
Symbolic image

Follow us on

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં લાગ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આગામી 15 અને 16મેએ ભાજપના ટોચના પદાધિકારીઓની ચિંતન શિબિર મળશે. જેમાં ભાજપની કોર કમિટી અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી અને સંગઠનના ટોચના આગેવાનો સહિત 40 નેતા ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા કરશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ આવશે. બપોરે 2.45 વાગ્યે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલમાં જશે. જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે.કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ સાંજે 7.00 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જંગી જાહેર જનસભાને સંબોધિત કરશે. કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.

આ ઉપરાંત ગઈ કાલે જ રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે આવ્યા હતા તેમણે આદીવાસીઓને કોંગ્રેસ તરફ આકર્ષવાની કોશિશ કરી હતી. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં ભાગ લેલવા આવેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવું ગુજરાત બનાવવું પડશે તમને રોજગાર અને શિક્ષા તેમજ સ્વાસ્થ્ય જોઈએ તો તમારે આગળ આવવું પડશે. ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમારું જૂનું મોડેલ પરત લાવવા માંગીએ છીએ અને બધા મળીને સરકાર ચલાવીશું. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને તેમાં આદિવાસીઓના ધારાસભ્ય હશે અને સરકાર એમના માટે કામ કરતી હશે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને એટલા મજબૂત કરવા માંગે છે કે ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Published On - 2:42 pm, Wed, 11 May 22

Next Article