Gandhinagar : હર ઘર તિરંગા અભિયાનમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો જોડાશે, યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો યોજશે

|

Aug 02, 2022 | 6:04 PM

આજે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ યુવા મોરચાની (BJP Pradesh Yuva Morcha) બેઠક મળી હતી. હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચાએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે.

Gandhinagar : હર ઘર તિરંગા અભિયાનમાં ભાજપ પ્રદેશ યુવા મોરચો જોડાશે, યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમો યોજશે
હર ઘર તિરંગા યાત્રામાં ભાજપ યુવા મોરચો પણ જોડાશે (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઇ રહી છે. દેશ આઝાદ થયાને 75 વર્ષ થઈ રહ્યાં હોવાથી આ વર્ષે  દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. જેના પગલે આજે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ યુવા મોરચાની (BJP Pradesh Yuva Morcha) બેઠક મળી હતી. હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચાએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા 9 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક  મળી

ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી હતી. હવે સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચો જોડાશે. ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા 9 થી 11 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા કરવામાં આવશે. 11 ઓગસ્ટે સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. 14 ઓગસ્ટે વિભાજન વિભીષીકા દિવસએ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા જોડાશે.

રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઇ કહાની જોડાયેલી હોય.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

1 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Next Article