આજે રજૂ થશે ગુજરાતનું સૌથી મોટું બજેટ, આગામી 25 વર્ષનો રોડ મેપ થશે તૈયાર

|

Feb 02, 2024 | 7:49 AM

ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. જેમાં સરકારે તમામ 26 બેઠકો પર જીત મેળવી હેટ્રીકનો લક્ષ્યાંક રાખ્યો છે.

આજે રજૂ થશે ગુજરાતનું સૌથી મોટું બજેટ, આગામી 25 વર્ષનો રોડ મેપ થશે તૈયાર

Follow us on

ગાંધીનગર: વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું મનાઇ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે.

સરકાર રજૂ કરી શકે છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

રાજ્ય સરકારે 2023-2024ના વર્ષના બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું, ત્યારે આ વખતે બજેટના કદમાં 15થી 20 ટકાનો વધારો સૂચવાય તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઇ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.

વિકાસનો 25 વર્ષનો રોડ મેપ !

ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. મહત્વનું છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. જેમાં સરકારે તમામ 26 બેઠકો પર જીત મેળવી હેટ્રીકનો લક્ષ્યાંક રાખ્યો છે. આથી બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

2023-2024ના વર્ષના બજેટમાં વિકાસ કામોની હતી જાહેરાતો

ગુજરાત સરકારે રાજ્યમાં પાંચ હાઈસ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત હતી. એરસ્ટ્રીપ – એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે હવે સિક્સ લેન બનાવવાની, ભુજ-ખાવડા ધર્મશાળા રોડ ટુ-વે કરવાની, સાબરમતી નદી પર બેરેજ બનાવવા માટે સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article