ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, હવે આટલા દિવસમાં થશે બિનખેતીની અરજીનો નિકાલ

ગુજરાતમાં મહેસૂલ વિભાગે નિશ્ચિત સમય મર્યાદામાં હવે પ્રિસ્ક્રુટિની યુનિટ મારફતે ડેપ્યુટી મામલતદારો અને ડે. કલેક્ટરોની જવાબદારી નિશ્ચિત કરી દેવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 12:04 PM

ગુજરાતમાં(Gujarat) રાજ્ય મહેસૂલ વિભાગનો(Revenue Department)જમીનના ખાતેદારો માટે સરાહનીય નિર્ણય કર્યો છે. જેમાં હવે ઓનલાઈન બિનખેતીની( NA)અરજીઓનો ઝડપથી નિકાલ થશે.ઓનલાઈન બિનખેતીની અરજીઓની પૂર્વ ચકાસણી હવેથી ૧૫ ડેપ્યુટી મામલતદારોના પ્રિસ્ક્રુટિની યુનિટ કક્ષાએ થશે.

જે અંતર્ગત જિલ્લા સ્તરેથી ફોરવર્ડ થતી અરજીઓમાં ડેપ્યુટી મામલતદારે એક જ દિવસમાં તેનો સ્વીકાર, અસ્વીકાર  કે અરજદારને પરત મોકલી અભિપ્રાય આપવાનો રહેશે. તેની બાદમાં સ્વીકાર થયેલી અરજીની ચકાસણી ત્રણ જ દિવસમાં પૂર્ણ થશે.

મહેસૂલ વિભાગે આ માટે જોબકાર્ડ જાહેર કર્યો છે. ORAમાં ઓનલાઈન- NAની પ્રક્રિયામાં અરજીનો નિકાલ ગુણવત્તાને આધારે ૭ દિવસ, ૪૫ દિવસ અને ૯૦ દિવસે થતો હતો.પરંતુ હવે મહેસૂલ વિભાગે નિશ્ચિત સમય મર્યાદામાં હવે પ્રિસ્ક્રુટિની યુનિટ મારફતે ડેપ્યુટી મામલતદારો અને ડે. કલેક્ટરોની જવાબદારી નિશ્ચિત કરી દેવાઈ છે.

આ પ્રક્રિયામાં ડે.મામલતદાર એક જ દિવસમાં અરજીના સ્વીકાર, અસ્વીકાર કે પૂર્ણતા માટે અરજદારને પરત કરવા સંબંધ પ્રાથમિક અભિપ્રાય નહિ આપે તો ગેરવહિવટની જવાબદારી નક્કી થશે.

ગુજરાતના સામાન્ય રીતે મહેસૂલ વિભાગમાં જમીનને લગતા સામાન્ય કામોમાં લાંબો સમય નીકળી જાય છે. તેમજ તે અંગે કોઇની જવાબદારી નિશ્ચિત ન હોવાના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જેના પગલે પટેલ કેબીનેટમાં વરાયેલા નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમસ્યાના ઉકેલ માટે જે તે અધિકારીની જવાબદારી નિશ્ચિત કરી છે અને સમય મર્યાદામાં જ અરજીનો નિકાલ થાય તે મુજબની સૂચનાઓ પણ આપી દીધી છે.

આ પણ વાંચો : રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ

આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની પ્રક્રિયા તેજ, પ્રમુખ પદ માટે આ નામોની છે ચર્ચા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">