ભૂપેન્દ્ર પટેલ બીજી વાર લેશે CM પદના શપથ, તેમની સાથે 16 સભ્યો શપથ ગ્રહણ કરશે, અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાની ચર્ચા

|

Dec 12, 2022 | 12:53 PM

શપથ સમારોહમાં (Oath ceremony) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. આ વખતે સીએમ સાથે કુલ 17 સભ્યોના શપથગ્રહણ થવાના છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

ભૂપેન્દ્ર પટેલ બીજી વાર લેશે CM પદના શપથ, તેમની સાથે 16 સભ્યો શપથ ગ્રહણ કરશે, અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાની ચર્ચા
ભુપેન્દ્ર પટેલ સહિત 17 સભ્યો લેશે શપથ

Follow us on

આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લેવાના છે. ત્યારે તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ બીજીવાર મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કરવાના છે. શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. આ વખતે સીએમ સાથે કુલ 17 સભ્યોના શપથગ્રહણ થવાના છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેવાના છે.

નવા મંત્રીમંડળમાં CM સિવાય સંભવિત 16 સભ્ય !

  1. ઋષિકેશ પટેલ
  2. કનુ દેસાઈ
  3. રાઘવજી પટેલ
  4. જગદીશ પંચાલ
  5. હર્ષ સંઘવી
  6. કુંવરજી બાવળીયા
  7. બળવંતસિંહ રાજપૂત
  8. કુબેર ડીંડોરને
  9. પરસોત્તમ સોલંકી
  10. ભાનુ બાબરીયા
  11. બચુ ખાબડ
  12. મુળુ બેરા
  13. મુકેશ પટેલ
  14. ભીખુ પરમાર
  15. પ્રફુલ પાનસેરિયા
  16. કુંવરજી હળપતિ

આ પહેલા માહિતી મળી હતી કે કુલ 24 લોકોનું મંત્રીમંડળ હશે. જો કે મળતી નવી માહિતી પ્રમાણે મંત્રીમંડળમાં સીએમ સહિત 17 લોકોનો સમાવેશ થવાનો છે. ત્યારે  એટલે કે ઘણા જ ઓછો લોકોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે.

વિધાનસભા અધ્યક્ષ તરીકે આ નામ ચર્ચામાં

મળતી માહિતી મુજબ સીએમ સાથે મંત્રીમંડળમાં જે શપથ લેવાના છે તેમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવા પણ રેસમાં છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.

Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?
શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?

શંકર ચૌધરીને જો વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવે તો કહી શકાય છે કે તેમને કટ ટુ સાઇઝ કરવામાં આવ્યા, કેમ કે તે પોતે બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન શંકર ચૌધરીના વિષયો આંખે ઉડીને આવેલા છે. પણ જો શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે સ્થાન મળે તો તેમને કોઇ મોટુ સ્થાન મળ્યુ તેવુ ન કહેવાય. જો તેમનો સમાવેશ કેબિનેટ કક્ષામાં થાય ત્યારે તેમને મોટુ સ્થાન મળ્યુ તેવુ કહેવાઇ શકે છે.

બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાનું નામ પણ ચાલી રહ્યુ છે. આ બંને પહેલા વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે.તો વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે. ત્યારે હવે કયા નેતાને કયુ સ્થાન મળી શકે તે તો બપોર બાદ જ જાણી શકાય તેમ છે.

મંત્રીમંડળમાં ભાજપે રિપીટ અને નો-રિપીટ થિયરી અપનાવી

ગુજરાતની રાજનિતીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે. આ વખતે રિપીટ અને નો રિપીટ થિયરી ભાજપે અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી.

Published On - 12:52 pm, Mon, 12 December 22

Next Article