ગુજરાતમાં રોજગારનું સર્જનની દિશામાં વધુ એક કદમ, સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરાયો

|

Aug 13, 2022 | 4:49 PM

ગુજરાતમાં(Gujarat) સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ પ્રસંગે પધારેલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરીકે ડ્રોનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં થનાર છે.

ગુજરાતમાં રોજગારનું સર્જનની દિશામાં વધુ એક કદમ, સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરાયો
Gujarat Cm Bhupendra Patel Inaugratred School Of Drone

Follow us on

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો(School Of Dron)  GNLU ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ” આત્મનિર્ભર ભારત” ને દેશનું યુવાધન આત્મસાત કરે, વિવિધ ટેકનોલોજી, સાધનો, યંત્ર સામગ્રીનું ઉત્પાદન, મરામત, સાર સંભાળમાં દેશ પગભર બને તેવું રહેલ છે. આજ વિચાર સરણીને અનુસરીને આજના યુગમાં જેની જરૂરિયાત ઉભી થઇ છે. તેમજ આવનારા ભવિષ્યમાં તેમાં પુષ્કળ પ્રમાણમાં રોજગારી અને સ્વ-રોજગારી મળી રહે તેવી ડ્રોન ટેકનોલોજીના મેન્યુફેક્ચરિંગ, ઓપરેટીંગ અને સર્વિસિંગ માટે જરૂરી કુશળ માનવબળ મળી રહે તેવા ઉમદા હેતુથી દેશની આર્થિક પરીસ્થિતિમાં સુધારો થાય, જન માણસનું જીવનસ્તર ઊંચું આવે, આવા કારણો માટે ડ્રોન ટેકનોલોજી એક નવી ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરશે તેવું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે.

આગામી સમયમાં રોજબરોજના કામમાં ડ્રોન ટેકનોલોજીનું ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થનાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ જ્યાં ડ્રોન ટેકનોલોજી વિવિધ તાલીમ માટે ખાનગી સંસ્થાઓ આશરે રૂપિયા 50,000થી 70,000 જેટલી ફી વસૂલે છે તેની સામે ગુજરાત સરકાર દ્વારા નજીવી ફી લઈને ડ્રોન ટેકનોલોજીને લગતા ડ્રોન પાયલટ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસિસ, ડ્રોન ડેટા પ્રોસેસિંગ એન્ડ એનાલિટીક્સ કોર્સ શીખવવામાં આવશે. આ સાથે જગતના તાત એવા ગુજરાતના 18,000 ગામના નવયુવાન ખેડૂત પુત્રો માટે ડ્રોન પાયલટ કોર્સની રાહત દરે તાલીમની વિશેષ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અંગે રાજ્યની 50 ITIમાં ડ્રોનના જુદા જુદા કોર્સ અંગેની તાલીમની આપવામાં વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સિટી કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારની કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી દ્વારા આ મંજૂરી મેળવવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે તેમજ જરૂરી તમામ પરવાનગીઓ મેળવવામાં આવી છે. તેમજ મને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે, સમગ્ર દેશમાં રાજ્ય સરકાર દ્વારા ડ્રોનને લગતી આવી તાલિમનું માટે DGCA અધિકૃત રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજૂરી મેળવવામાં આવેલી હોય તેવી સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સિટી કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી છે, જે સમગ્ર રાજ્ય માટે ગર્વની બાબત છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રાયોગિક કૌશલ્ય મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું

ડ્રોન ટેકનોલોજીની તાલીમ આપવા સારું રાજ્યની આશરે 50 ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓમાં આગામી સમયમાં આશરે 5,000 જેટલા દર વર્ષે લોકોને તાલિમબદ્ધ કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજીની જરૂરિયાત જેટલી દેશના શહેરોમાં છે તેટલા જ પ્રમાણમાં આ ટેકનોલોજીની જરૂરિયાત ગામડાઓમાં પણ રહેલી છે ખાસ કરીને કૃષિ ક્ષેત્રે. આ યુનિવર્સીટી દ્વારા આપવામાં આવતી તાલીમમાં માત્ર થિયરોટીકલ જ નહિ પરંતુ ઉચ્ચ કક્ષાનું પ્રાયોગિક કૌશલ્ય મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્ઞાન સાથે કમાવવાની તક આપવામાં આવી

ડ્રોન ટેકનોલોજી સાથે સાથે કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી દ્વારા અન્ય ઘણા રોજગારલક્ષી કોર્સ શરુ કરવામાં આવ્યા છે કે સમગ્ર દેશને એક નવી રાહ ચિંધવામાં મદદરૂપ થશે. KSU દ્વારા આ કોર્સિસમાં ખુબ જ ચીવટપૂર્વકનું આયોજન કરી તાલીમની સાથે સાથે વિદ્યાર્થીઓ રોજગાર, સ્વ-રોજગાર, એપ્રેન્ટિસશીપ, ઓન જોબ ટ્રેનિંગ તેમજ કામ કરવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું જ્ઞાન અને જ્ઞાન સાથે કમાવવાની તક આપવામાં આવી હોય તેવા કોર્સ ડીઝાઈન કરવામાં પણ ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે તેવી મને આશા છે તેવું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે તેવી મને આશા

આ પ્રસંગે પધારેલા માનનીય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ડ્રોન ટેકનોલોજી સાથે સાથે કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી દ્વારા અન્ય ઘણા રોજગારલક્ષી કોર્સ શરુ કરવામાં આવ્યા છે કે સમગ્ર દેશને એક નવી રાહ ચિંધવામાં મદદરૂપ થશે. KSU દ્વારા આ કોર્સિસમાં ખુબ જ ચીવટપૂર્વકનું આયોજન કરી તાલીમની સાથે સાથે વિદ્યાર્થીઓ રોજગાર, સ્વ-રોજગાર, એપ્રેન્ટિસશીપ, ઓન જોબ ટ્રેનિંગ તેમજ કામ કરવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું જ્ઞાન અને જ્ઞાન સાથે કમાવવાની તક આપવામાં આવી હોય તેવા કોર્સ ડીઝાઈન કરવામાં પણ ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે તેવી મને આશા છે.

સ્વ રોજગાર મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી

માનનીય મંત્રી બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોની વધતી માંગને પૂર્ણ કરવાના ઉદ્દેશથી, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઓક્ટોબર-2021થી “કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી”ની સ્થાપના કરવામાં આવી છે. જેમા યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. આ યુનિવર્સિટીમાં 15 જેટલા ડિગ્રી/પીજી ડીપ્લોમાં કોર્સમાં 600 બેઠકો ઉપલબ્ધ છે અને 62 જેટલા સ્કીલ સર્ટિફિકેટ કોર્ષમાં 20 થી 25 હજાર વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ શકશે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે “શિક્ષણ સાથે સ્કીલ” યુનિવર્સિટીના મંત્ર સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ઓન જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશીપ, રોજગાર, સ્વ રોજગાર મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી હેઠળ વિવિધ છ વિદ્યાશાખાની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના કરવામાં આવી છે.

તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે

મંત્રી બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે, જેનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે, જેથી તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે.

મંત્રી બ્રિજેશ મેરજાએ વધુમાં ઉમેર્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડ્રોન ટેકનોલોજીનું મહત્વ સમજાવતા જણાવ્યું છે કે, ડ્રોન ટેકનોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા માટે મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. આ ઉર્જા દેખાય છે કે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગોમાં ક્વોન્ટમ જમ્પનું પ્રતિબિંબ છે. તે ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ડ્રોન બનાવવાથી માંડીને એસેમ્બલિંગ, મરામત અને પાઈલોટીંગ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી થઇ છે અને મોટા પ્રમાણમાં રોજગારી અને સ્વ-રોજગારીની તકો ઉભી થનારી છે. આપણો ભારત દેશ આ ટેકનોલોજીમાં વિશ્વકક્ષાએ અગ્રેસર બનવા જઈરહ્યો છે. ડ્રોન ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસની નવી અને અસીમ તકો ઉભી થનાર છે. આરોગ્ય, તબીબી શિક્ષણ, જળ સંપતિ, કૃષિ, સંરક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરુ થઇ ગયો છે. આગામી સમયમાં આ ઉપયોગ ખુબ મોટા પ્રમાણમાં વધવાનો છે.

સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ પ્રસંગે પધારેલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરીકે ડ્રોનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં થનાર છે. ખેતરમાં ખાતર નાંખવાથી માંડીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, પાકનો સર્વે, લેન્ડ મેપિંગ સર્વેયિંગ વગેરેમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ મોટી ક્રાંતિનું સર્જન કરશે. રોજગારી, સ્વ-રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉભી થનાર છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અને કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટીના મહાનિયામક ડો. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટી અન્વયે કાર્યરત સ્કૂલ ઓફ ડ્રોન સહિતના તમામ અન્ય કોર્સ વિશે તેમજ રોજગાર અને તાલીમ ખાતા દ્વારા ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

અંતે કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર એચ.આર.સુથાર દ્વારા હાજર રહેલા તમામ મહાનુભાવોનો, મીડિયાકર્મીઓનો, તાલીમાર્થીઓ તેમજ અન્ય તમામ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માનનીય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અને કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સીટીના મહાનિયામક ડો. અંજુ શર્મા , વિશાળ સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Published On - 4:48 pm, Sat, 13 August 22

Next Article