AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો? ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ હજારોની ભીડ ભેગી કરી

જે આમ આદમી પાર્ટી સુફિયાણી અને મોટી મોટી વાતો કરતી હોય છે અને અન્ય પાર્ટીઓને નિશાન બનવાતી હતી એ પણ આજે એમની જ હરોળમાં આવી ગઈ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 4:49 PM

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJP, AAP અને Congress વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી આદમી પાર્ટીને વિપક્ષની જગ્યા મળી અને કોંગ્રેસનો સફાયો થયો. હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ અમુક બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો, જેના પાછળ રાજકીય પાર્ટીઓના પ્રચાર અભિયાનને જવાબદાર ગણવામાં આવતું હતું. આમ આદમી પાર્ટી પર ભાજપ અને કોંગ્રેસના પ્રચાર અભિયાન પર સવાલો ઉઠાવતી હતી, હવે આ જ આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં પ્રચાર અર્થે એક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ભેગા થયા હતા અને કોરોના ગાઈડલાઈનના છડેચોક ધજાગરા ઉડાડવામાં આવ્યા.

જે આમ આદમી પાર્ટી સુફિયાણી અને મોટી મોટી વાતો કરતી હોય છે અને અન્ય પાર્ટીઓને નિશાન બનવાતી હતી એ પણ આજે એમની જ હરોળમાં આવી ગઈ. આમ આદમી પાર્ટીનો આ પ્રચાર દાયરો ખરેખર તો AAPનો કોરોના સ્પ્રેડર ડાયરો બની ગયો હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટીના આ કોરોના સ્પ્રેડર ડાયરા પછી અનેક સવાલો ઉભા થાય છે , જેમકે

કોરોના અંગે રાજકીય પાર્ટીઓમાં ગંભીરતા કેમ નથી ?
હાલના સમયમાં શું હજારોની જનમેદની એકઠી કરવી એ યોગ્ય છે ખરી ?
કેમ આપણે કોરોનાનો કેર ભૂલી જઇએ છીએ ?
જવાબદાર નેતાઓ કોરોનાની ગાઇડ લાઇનનો કેમ કરી રહ્યાં છે ભંગ ?
શું ચૂંટણી પ્રચાર માટે લોકોનો જીવ જોખમમાં મુકવાનો ?
શું આવી ભીડ એકઠી કરી આપણે ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યાં છીએ ?

આ અંગે કાર્યક્રમમાં જ હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને ઉદ્યોગપતિ સુરેશ સવાણીએ જણાવ્યું કે અમે કાર્યક્રમમાં નિયમોનું પાલન કર્યું છે. ભીડ ભેગી થવા અંગે તેમણે કહ્યું કે અમે ઘરે ઘરે જઈને લોકોને આમંત્રણ નહોતું આપ્યું. તેમણે કહ્યું કે અમે કોરોના નિયમોના પાલન માટે બોર્ડ લગાવ્યા હતા પણ લોકો કઈ રીતે આવે છે એ અમને ખબર હોતી નથી. અમે કોઈને ટીકીટ આપી હોય અને પૈસા લઈને બોલાવ્યાં હોય એવું તો કાઈ હતું નહી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">