Recruitment Scam : કૌભાંડીઓને ઉછેરવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, જાણો સરકાર દ્વારા શું પ્રતિક્રિયા મળી

|

Jan 04, 2022 | 4:53 PM

Energy Dept Recruitment Scam : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત સરકાર ના ઊર્જા વિભાગ હેઠળ થતી ભરતી માં કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા.

Recruitment Scam : કૌભાંડીઓને ઉછેરવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, જાણો સરકાર દ્વારા શું પ્રતિક્રિયા મળી
allegations of Energy Dept recruitment scam and reaction of Minister Jitu Vaghani

Follow us on

યુવરાજસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જેમ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લો એપી સેન્ટર હતું તેમ ઊર્જા વિભાગની ભરતીઓમાં એપી સેન્ટર અરવલ્લી છે.

GANDHINAGAR : હેડ ક્લાર્ક પેપર લીક કેસના મુદ્દે હજી તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ, આપ અને પરીક્ષાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળ અને તેના અધ્યક્ષ અસિત વોરા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યાં છે ત્યારે બીજું એક ભરતી કૌભાંડ સરકારની કાર્યપદ્ધતિ સામે સવાલ કરે તેવું જણાઈ રહ્યું છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત સરકાર ના ઊર્જા વિભાગ હેઠળ થતી ભરતી માં કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા. ઊર્જા વિભાગ ની UGVCL, DGVCL અને GETCO ની ભરતીમાં ઓનલાઈન લેવાતી પરીક્ષામાં કૌભાંડ થયા ના આરોપ લાગ્યા.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ઊર્જા પ્રધાન કનુ દેસાઈ સાથે પરીક્ષામાં કૌભાંડ મુદ્દે ચર્ચા થઈ અને સરકાર દ્વારા પુરાવાને આધારિત તપાસ હાથ ધરવામાં આવશે. કૌભાંડના જવાબદાર કોઈ પણ જ્ઞાતિ, પાર્ટી કે રાજકીય વગ ધરાવતા હોય, તેમના સામે કાર્યવાહીની ખાતરી જીતુભાઈ એ આપી હતી. તેમણે કહ્યું કે NSEIT જેના સામે આરોપ લાગ્યા છે તેના દ્વારા અગાઉ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રેલ્વે પોલીસ જેવી કેન્દ્ર સરકારની ભરતીઓમાં પણ પરીક્ષા લેવામાં આવેલી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યુવરાજસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જેમ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લો એપી સેન્ટર હતું તેમ ઊર્જા વિભાગની ભરતીઓમાં એપી સેન્ટર અરવલ્લી છે. કૌભાંડ ના લાભાર્થીઓ અને વચેટિયાઓ બાયડ, ધનસુરા અને જિલ્લાના અન્ય વિસ્તારોના છે.

યુવરાજે જણાવ્યું હતું કે “પરીક્ષા મહારાષ્ટ્રની NSEIT નામની કંપની દ્વારા લેવામાં આવે છે અને ઇતિહાસમાં પણ આ કંપનીના નામે છબરડાના કિસ્સા બની ચૂક્યા છે. ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં લાભાર્થી એક્ઝામ સેન્ટર પર પેપર લખવાનો ફક્ત ઢોંગ કરે છે, સવાલોના જવાબ એક કન્ટ્રોલ સેન્ટર માંથી લખવામાં આવતા હોય છે.

આ પરીક્ષામાં શિક્ષકો વચેટિયા બની વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી રૂપિયા આગળ એજન્ટ ને પહોચાડે. એક પરીક્ષાર્થી પાસેથી ભરતી માટે 21-22 લાખ લેવામાં આવે છે. એડવાન્સ પેટે 2 લાખ જેટલી રકમ વચેટિયા એજન્ટ ને મોકલે છે અને પસંદગી થાય ત્યાં સુધી રૂપિયા ની લેવડ દેવડ ચાલતી રહે છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એક તરફ જ્યારે દાખલો બેસાડાય તેવી દંડાત્મક કાર્યવાહીની વાત કરે ને બીજી તરફ સરકારી ભરતીઓમાં કૌભાંડ ચાલતા રહે ત્યારે સરકાર ભરતી કૌભાંડો પર અંત લાવી શકશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : ભરતી કૌભાંડના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા,”કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે”

Published On - 4:52 pm, Tue, 4 January 22

Next Article