AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા નવતર પ્રયોગ, 94 માર્ગોના વિકાસ માટે 2213. 60 કરોડની મંજૂરી

રાજ્યના તમામ ગામો અને અન્ય મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ઘોરીમાર્ગોના સુઆયોજિત નેટવર્કથી જોડવામાં આવેલા છે. આગામી વર્ષોમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ ધપાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે સમગ્રતયા 20,642 કરોડની જોગવાઇ પણ કરી છે.

ગુજરાત સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા નવતર પ્રયોગ, 94 માર્ગોના વિકાસ માટે 2213. 60 કરોડની મંજૂરી
Gujarat Road Infrastructure
Kinjal Mishra
| Edited By: | Updated on: May 17, 2023 | 6:36 AM
Share

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિલોમીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો માટે 2213 .60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે.

રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, 10 મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે.

17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289. 32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવી

એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289. 32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 467. 09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. તદ્દઅનુસાર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે.

મુખ્યમંત્રીએ ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય પણ માર્ગોના વિકાસ માટેની મંજૂરીમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા 8 રસ્તાઓની 117. 71 કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે 247.35 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ૩ સ્ટેટ હાઇવેઝની ૧૬.૪૦ કિ.મીટર લંબાઇની કામગીરી માટે ૬૬ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. મુંન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા 10 રસ્તાઓની ૧૭૭.પ૦ કિ.મીટર લંબાઇના ફોરલેન તથા 10 મીટર પહોળા કરવા માટે ૧૪૬.૮૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સરકીટને જોડતા ૧૦ માર્ગોની ૧૪ર.૪૬ કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા માટે ૧૦પ.ર૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાઓને વધુ પહોળા કરવા, નવા પૂલો, ફલાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને વિસ્તારવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા ૩ રસ્તાઓની ૭૧.૭૩ કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે ૪૪પ.રપ કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે.

આ ઉપરાંત મહેસાણા-પાલનપૂર સીક્સલેન રોડને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ફલાય ઓવર/વી.યુ.પી અને પૂલના નિર્માણ માટે ૪૬પ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાજ્યના વાપી, વલસાડ, રાધનપૂર, અમરેલી, લુણાવાડા, સંતરામપૂર અને લૂણી તથા મોટા કાંડાગરા જેવા સ્થળોએ શહેરોના બાયપાસ રોડની કામગીરી માટે જમીન સંપાદન/બાંધકામ હેતુસર ૧પ૮.૧પ કરોડ રૂપિયા તેમજ ડૂબાઉ પૂલના સ્થાને હાઇ લેવલ પૂલ, પૂલોના મજબૂતીકરણ, રસ્તાઓ પહોળા કરવાના કામો માટે પણ ૧૧ર.૦૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાજ્યના તમામ ગામો અને અન્ય મહત્વના સ્થળોને ગ્રામ્ય માર્ગો તેમજ ઘોરીમાર્ગોના સુઆયોજિત નેટવર્કથી જોડવામાં આવેલા છે. આગામી વર્ષોમાં આ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી વધુ વેગથી આગળ ધપાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે આ વર્ષના બજેટમાં માર્ગ-મકાન વિભાગ માટે સમગ્રતયા ર૦,૬૪ર કરોડની જોગવાઇ પણ કરી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">