યુક્રેનથી ગુજરાતના 220 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે જીતુ વાઘાણીએ તમામને આવકાર્યાં
ગાંધીનગર આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ બોર્ડર પર ચાર-પાંચ દિવસ સુધી ફસાયેલા રહ્યા હતા. જોકે તેઓએ એમ પણ કહ્યું કે ભારત સરકાર દ્વારા તેમની ખુબ જ મદદ કરવામાં આવી હતી અને એમ્બેસી દ્વારા તેમના માટે દરરોજ બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
યુક્રેન (Ukraine) માં ફસાયેલા લોકોને પર લાવવા માટે ચાલી રહેલા ઓપરેશન ગંગા અંતર્ગત ગુજરાત (Gujarat) ના 220 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ આ તમામ વિદ્યાર્થીઓ (students) ને ઉત્તર પ્રદેશ પરિવહનની બસો મારફત ગાંધીનગર (Gandhinagar) લાવવામાં આવ્યા હતા. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે આ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી પણ સર્કીટ હાઉસ (Circuit House) પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને ગુલાબ આપી તેમનું સ્વાગત કર્યું હતું.
વિદ્યાર્થીઓને લઈને બસો આવી રહી હોવાના જાણકારી મળતાં જ તમામ વિદ્યાર્થીઓને પરિવારજનો ગાંધીનગર સર્કિટહાઉસ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાથી તેમને ચિંતા હતી પણ હવે તેના વહાલસોયા પરત આવતા હોવાથી ચહેરા પર હરખ દેખાઈ રહ્યો હતો. વિદ્યાર્થીઓ ગાંધીનગર આવ્યા બાદ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયં હતાં.
ગાંધીનગર આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ બોર્ડર પર ચાર-પાંચ દિવસ સુધી ફસાયેલા રહ્યા હતા. જોકે તેઓએ એમ પણ કહ્યું કે ભારત સરકાર દ્વારા તેમની ખુબ જ મદદ કરવામાં આવી હતી અને એમ્બેસી દ્વારા તેમના માટે બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.
બોર્ડર પર પડેલી મુશ્કેલી વિષે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બોર્ડર પર ચાર પાંચ દિવસ ખુબ મુશ્કેલ રહ્યા, પણ ઇન્ડિયન એમ્બેસી દ્વારા અમને ખાતરી આપવામાં આવી હતી તેથી થોડી રાહત હતી. અમે માઈનસ 11 ડિગ્રી તાપમાનમાં ખુલ્લી જગ્યામાં રહેવા મજબુર બન્યા હતા.
આ પણ વાંચોઃ Kutch: 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતા સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચોઃ નવા પ્રધાનો અને નવા એજન્ડા સાથે રજૂ થશે વિધાનસભામાં બજેટ, 2.50 લાખ કરોડ આસપાસનું બજેટ રહેવાની ધારણા