ગુજરાતના 102 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો, હજુ બે દિવસ માવઠાની આગાહી

|

Dec 01, 2021 | 11:05 PM

ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોની શિયાળુ પાકને લઈને ચિંતા વધી છે. તેમજ આગામી બે દિવસ હજુ પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમા(Gujarat)ભારે કમોસમી વરસાદની(Unseasonal Rain)આગાહી વચ્ચે અનેક સ્થળોએ માવઠું પડ્યું.આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો.માવઠાના કારણે એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું છે. જો કે આજે રાજ્યના 102 તાલુકામાં(Taluka)કમોસમી વરસાદ નોંધાયો છે.

જેના લીધે ખેડૂતોની(Farmers)શિયાળુ પાકને લઈને ચિંતા વધી છે. તેમજ આગામી બે દિવસ હજુ પણ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં આજે સુરતના બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાના કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો.અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો.શહેરના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું પડતા બે ઋતુનો અનુભવ થયો.

જ્યારે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું…આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીના પગલે જણસને વરસાદથી સાચવવા તાલપત્રી ઢાંકી ગોડાઉનમાં રાખવા સુચનો પણ અપાયા હતા..

આ તરફ અમદાવાદના વિરમગામ અને આસપાસના પંથકમાં વહેલી સવારે મેઘરાજાએ ધીમી સવારી કરી હતી.તો ખેડામાં નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત છે.નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી તુવેર, કેળા અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.

મહીસાગર જિલ્લામાં પણ પવનના સુસવાટા સાથે અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ વરસ્યો. દાહોદના લીમડી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો.ગીર સોમનાથના ઉના પંથકમાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી છે.

મગફળી, તુવેર, ચણા, એરંડા અને વિવિધ કઠોળના શિયાળુ પાકની આશા પર કમોસમી માવઠાએ પાણી ફેરવતા ખેડૂતો ચિંતિત બન્યા છેઅને સરકાર આ અંગે પણ વિચારી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

આ  પણ વાંચો : વડોદરાના પોલીસકર્મીના પુત્રને રાજ્યના સેન્ટ્રલ પોલીસ વેલ્ફેર ફંડમાંથી ચાર લાખની ખેલ પ્રોત્સાહન સ્કોલરશીપ

આ  પણ વાંચો : સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા

Next Video