કોરોનાના નવા 1012 કેસ નોંધાયા, 2 દર્દીનાં થયાં મૃત્યુ

|

Jul 30, 2022 | 10:14 PM

આજે  30 તારીખના રોજ રાજયમાં 945 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 12, 36, 985 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો એક્ટિવ (Active Case ) કેસની સંખ્યા 6, 274 છે.  અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના નવા 312 કેસ નોંધાયા છે.

કોરોનાના નવા 1012 કેસ નોંધાયા, 2 દર્દીનાં થયાં મૃત્યુ
Corona Virus

Follow us on

રાજ્યમાં કોરોનાના  (Cororna) નવા 1012 કેસ નોંધાયા છે. આજે  30 તારીખના રોજ રાજયમાં 945 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી રાજ્યમાં 12, 36, 985 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો એક્ટિવ (Active Case ) કેસની સંખ્યા 6, 274 છે.  અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના નવા 312 કેસ, મહેસાણામાં 99, વડોદરામાં 79, કચ્છ 52, સુરતમાં 48, વડોદરા ગ્રામ્ય 44, ગાંધીનગરમાં 31, સાબરકાંઠામાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, અમરેલીમાં 27, સુરતમાં 27, રાજકોટ કોર્પોરેશનમાં 23, ભાવનગર કોર્પોરેશનમાં 22, બનાસકાંઠામાં 19, પાટણમાં 18, રાજકોટ ગ્રામ્યમાં 18, પોરબંદરમાં 17, મોરબીમાં 14, નવસારીમાં 14, ભરૂચમાં 13, આણંદમાં 10, વલસાડમાં 10, જામનગર કોર્પોરેશનમાં 09, સુરેન્દ્રનગરમાં 09, અમદાવાદ ગ્રામ્યમાં 08, ખેડામાં 07, દેવભૂમિ દ્વારકામાં 04, ગીર સોમનાથમાં 04, પંચમહાલમાં 04, તાપીમાં 04, બોટાદમાં 03, જામનગરમાં 02, અરવલ્લીમાં 01, ભાવનગર ગ્રામ્યમાં 01, ડાંગમાં 01 નોંધાયા છે. તો રાજ્યમાં કુલ 2નાં મોત થયા છે.

કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

રાજકોટમાં આરોગ્ય તંત્ર દ્વારા લોકમેળામાં જાગૃતિની અપીલ

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ જામી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જનમેદનીને સાવચેત રહેવા કરાઈ અપીલ

લોકમેળામાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે સૌ કોઇને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ઘરાવે છે જોકે તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. લોકો વેક્સીન ઝડપથી લઇ લે તે માટે મહાનગરપાલિકા દ્રારા રવિવારના દિવસે પણ વેક્સીનેશન ડ્રાઇવ ચાલુ રાખી છે.

Next Article