રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે…ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે

|

Feb 14, 2020 | 3:06 PM

રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે. પાટનગર ગાંધીનગરને રાજ્યના ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે. પોલીસની પોસ્ટ પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર ડીજી કક્ષાના અધિકારી ફરજ બજાવે છે. પરંતુ સરકારના નવા ડ્રાફ્ટ મુજબ આઈ.જી.અથવા આઈ.જીથી ઉપરની કક્ષાના અધિકારી પોલીસ કમિશનર તરીકે બેસશે. આ નિર્ણય લાગુ થવાથી અમદાવાદ શહેરના કેટલાક પોલીસ સ્ટેશનની હદ બદલાશે. આ […]

રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે...ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે

Follow us on

રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે. પાટનગર ગાંધીનગરને રાજ્યના ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે. પોલીસની પોસ્ટ પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર ડીજી કક્ષાના અધિકારી ફરજ બજાવે છે. પરંતુ સરકારના નવા ડ્રાફ્ટ મુજબ આઈ.જી.અથવા આઈ.જીથી ઉપરની કક્ષાના અધિકારી પોલીસ કમિશનર તરીકે બેસશે. આ નિર્ણય લાગુ થવાથી અમદાવાદ શહેરના કેટલાક પોલીસ સ્ટેશનની હદ બદલાશે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સરકારે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેની માહિતી મુજબ હવે આ નિર્ણય લાગુ થવાથી અમદાવાદના કેટલાક પોલીસ મથકો ગાંધીનગર પોલીસ કમિશનરેટની હદમાં જશે. જેમાં અમદાવાદ શહેરનું સાબરમતી પોલીસ મથક, અડધું સોલા પોલીસ મથક, ચાંદખેડા ગાંધીનગર પોલીસ મથકમાં આવશે. જેવી રીતે અમદાવાદ અને ગાંધીનગરનો વ્યાપ વધી રહ્યો છે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારસુધી અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતને પોલીસ કમિશનરેટ મળતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article