સિનિયર IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક આઈડી બન્યું હોવાની નોંધાઇ ફરિયાદ
ગાંધીનગર સિનિયર IPS હસમુખ પટેલનું ફરી એકવાર ફેક ફેસબુક આઈડી બન્યું છે. આ સમગ્ર બાબતે ફરિયાદ પણ નોંધાઈ છે. સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફેક એકાઉન્ટ મામલે ફરિયાદ નોંધાઇ છે. અગાઉ 2 મહિના પહેલા હસમુખ પટેલનું જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફેંક એકાઉન્ટ બનાવ્યું હતું. અગાઉ આ ફરિયાદ મામલે સેકટર 21 પોલીસે મહેસાણા અને ભાવનગરના વ્યક્તિની અટકાયત કરી હતી.

ગાંધીનગર સિનિયર IPS હસમુખ પટેલનું ફરી એકવાર ફેક ફેસબુક આઈડી બન્યું છે. આ સમગ્ર બાબતે ફરિયાદ પણ નોંધાઈ છે. સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફેક એકાઉન્ટ મામલે ફરિયાદ નોંધાઇ છે. અગાઉ 2 મહિના પહેલા હસમુખ પટેલનું જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફેંક એકાઉન્ટ બનાવ્યું હતું. અગાઉ આ ફરિયાદ મામલે સેકટર 21 પોલીસે મહેસાણા અને ભાવનગરના વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં ઉંમર ઓછી હોવાને કારણે સેકટર 21 પોલીસે કાયદાકીય પ્રોસેસ કરી નોટીસ આપી હતી.
મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 20, 2023
IPS હસમુખ પટેલે આ નાગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ટ્વિટ કરી હસમુખ પટેલે કહ્યું કે, “મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.”
