GANDHINAGAR : પૂર્વ મેયર રીટા પટેલના પતિ પર ગેરકાયદે બાંધકામનો આરોપ, હાઇકોર્ટની કમિટી દ્વારા તપાસ
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલે (Pinky Patel) આરોપ લગાવ્યો છે કે સેક્ટર 11માં સાત માળની જ મંજૂરી છે. ત્યારે 11 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે. કમિશનરે મંજૂરી રદ્દ કરી હોવા છતાં બિલ્ડિંગ 11 માળની બનાવાઇ છે.
ગાંધીનગરના (GANDHINAGAR )સેક્ટર-11માં સ્કાય લાઇન બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામને લઇને હાઇકોર્ટની તપાસ સમિતીએ સ્થળ મુલાકાત લીધી. (Former mayor )પૂર્વ મેયર રીટા પટેલના પતિ કેતન પટેલ દ્વારા સેક્ટર 11માં સ્કાય લાઇન બિલ્ડિંગનું બાંધકામ ગેરકાયદેસર(Illegal construction) કરાયુ હોવાનો આરોપ છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલે આ આરોપ લગાવ્યો છે. આ મામલે પિન્કી પટેલે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.
ત્યારે તપાસ કમિટીના સભ્યો બાંધકામ સ્થળે આવ્યા હતા. અને ગેરકાયદેસર બાંધકામને લઇને સ્થળ તપાસ હાથ ધરી હતી. આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલે (Pinky Patel) આરોપ લગાવ્યો છે કે સેક્ટર 11માં સાત માળની જ મંજૂરી છે. ત્યારે 11 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી છે. કમિશનરે મંજૂરી રદ્દ કરી હોવા છતાં બિલ્ડિંગ 11 માળની બનાવાઇ છે. તો પૂર્વ મેયર રિટા પટેલના (Rita patel) પતિ કેતન પટેલે આ સમગ્ર આરોપો ખોટા અને રાજકીય ગણાવ્યા છે.
આ મામલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના બે સભ્યોનું આ કમિશન પોલીસ બંદોબસ્ત સાથે આજે સ્થળની તપાસ કરવા માટે આવી પહોંચ્યું છે. જે સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે.
આ અરજીની સુનાવણી દરમિયાન કોર્પોરેશન તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે, સેક્ટર – 11 માં વિકાસ પરવાનગી વગર કોમર્શિયલ બિલ્ડિંગ બન્યું હોવાથી લાઈટ, પાણીની સુવિધા અપાઈ નથી. તેમજ બિલ્ડિંગનો કબજો કોઈને અપાયો નથી. જોકે, અરજદાર તરફથી કોર્પોરેશનનાં આ દાવા સાચા ન હોવાની દલીલ થઈ હતી. જેથી હાઈકોર્ટે આ મામલે હકીકત જાણવા માટે બે સભ્યોનું કમિશન બનાવ્યું હતું.