GANDHINAGAR : સતત નવમી વાર બજેટ રજૂ કરશે નાણાંપ્રધાન નીતિન પટેલ

|

Jan 29, 2021 | 7:31 AM

રાજયના નાણાંપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ચાલુ વર્ષે વર્ષ 2021-22નું બજેટ આગામી 3જી માર્ચ-2021ના રોજ વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. નિતીન પટેલ સતત નવમી વાર ગુજરાત રાજ્યનુ અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતમાં સૌથી વધુ વાર અંદાજપત્ર રજૂ કરવાનો વિક્રમ વજુભાઈ વાળાના નામે છે.

GANDHINAGAR : સતત નવમી વાર બજેટ રજૂ કરશે નાણાંપ્રધાન નીતિન પટેલ
ફાઈલ ફોટો : નાણાપ્રધાન નીતિન પટેલ

Follow us on

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22ના બજેટની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સરકારે લગભગ ગત એક અઠવાડિયામાં આખા આખા દિવસ બજેટ તૈયાર કરવા માટે 26 વિભાગો સાથે ચર્ચા-વિચારણા કરી છે અને આ એક અઠવાડીયાના અંતે વર્ષ 2021-22નું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

રાજયના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિવધ વિભાગો સાથે સંકલન કરીને બજેટને તૈયાર કરવાની પુરતી તૈયારીઓ થઇ ગઇ છે. હવે નાણાં વિભાગ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કરીને બજેટને આખરી કરવામાં આવશે.

રાજયના નાણાંપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ચાલુ વર્ષે વર્ષ 2021-22નું બજેટ આગામી 3જી માર્ચ-2021ના રોજ વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. આ સાથે નીતિ પટેલ સતત નવમી વાર બજેટ રજૂ કરનારા નાણાપ્રધાન બનશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નાણાપ્રધાન નીતિન પટેલે ક્યારે ક્યારે રજૂ કર્યું બજેટ ?

રાજયના નાણાંપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અત્યાર સુધીમાં સતત આઠ વાર વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે.

1)  પ્રથમ વાર – 2002-03માં 27 ફ્રેબુઆરી, 2002

2) બીજી વાર – વર્ષ 2013-14માં 20 ફ્રેબુઆરી,2013

3) ત્રીજી વાર – વર્ષ 2014-15 ( લેખાનુદાન ) 21 ફ્રેબુઆરી,2014

4) ચોથી વાર – 2017-18માં 21 ફ્રેબુઆરી,2017

5) પાંચમી વાર – વર્ષ 2018-19માં 20 ફ્રેબુઆરી,2018

6) છઠ્ઠી વાર – 2019-20માં ( લેખાનુદાન ) 19 ફ્રેબુઆરી, 2019

7) સાતમી વાર – 2019-20માં ( ફેરફાર કરેલ બજેટ) 2જી જુલાઇ,2019

8) આઠમી વાર – 2020-21માં 26 ફ્રેબુઆરી, 2020

Published On - 7:22 am, Fri, 29 January 21

Next Article