GANDHINAGAR : હાઈકોર્ટની ટકોર બાદ CM RUPANI એ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા

|

Apr 12, 2021 | 9:23 PM

GANDHINAGAR : CM RUPANI એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા

GANDHINAGAR : હાઈકોર્ટની ટકોર બાદ CM RUPANI એ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા
FILE PHOTO

Follow us on

GANDHINAGAR : રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણબે ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સુઓમોટો કરીને સરકારને પરિસ્થિતિમાં સુધાર લાવવા ટકોર કરી હતી. હાઈકોર્ટે આપેલા નિર્દેશો બાદ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા છે.

તમામ મેળાવડો, જાહેર કાર્યક્રમો રદ્દ
રાજ્યમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિમાં સુધારો લાવવા અંગે હાઈકોર્ટે સરકારને જે નિર્દેશો કર્યા હતા તે અંગે CM RUPANI એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાને સંબધોન કરતા રાજ્યમાં નવા નિયમો અને પ્રતિબંધો જાહેર કર્યા છે, જે આ મુજબ છે-

1) 14 એપ્રિલ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50 થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2) જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુ સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

3)મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી / ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ ભેગા થઈ શકશો નહીં.

4) જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

5)એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં.

6)તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

7) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ , કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

8) આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

9)રાજયના તમામ ધાર્મિકસ્થાનો 30 એપ્રિલ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે.

10) ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો / પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે, શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

11) ગૃહ વિભાગના 6 એપ્રિલના દિવસે કરવામાં આવેલા હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે.

12) આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

13) આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.

આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION , 2020-1 1B , INDIAN PENAL CODE કલમ 188 તથા THE DISASTER MANAGAMENT ACT ની જોગવાઇઓ છેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

Published On - 9:08 pm, Mon, 12 April 21

Next Article