Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી

|

Nov 30, 2021 | 3:30 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

Gandhinagar :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી
સીએમની ગિફ્ટ સિટી મુલાકાત

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની ગિફટ સિટીની આ પ્રથમ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા.

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત છે.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી. તપન રે સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીને ગિફટ સિટીમાં જે નવા ઇનીશ્યેટીવ્ઝ હાથ ધરાઇ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ, ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ડેવલપીંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઉપરાંતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના કામો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ-સંકલન કરીને ત્વરાએ ઉકેલ લાવી કાર્યવાહી ઝડપી બનાવવા પણ આ સમીક્ષા બેઠકમાં સુચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગિફટ સિટીના હિરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ પણ સ્ટોક એક્સચેન્જની પ્રત્યક્ષ મુલાકાત લઇને નિહાળી હતી. તેમણે સમગ્ર ગિફટ સિટી સંકુલની અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે મુખ્યમંત્રીને ગિફટ સિટીના શરૂઆતના તબક્કાથી લઇ વર્તમાન કાર્યોનું વિવરણ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યુ હતું તથા ભાવિ આયોજનોનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.

 

આ પણ વાંચો : Gandhinagar : સચિવાલયના વિભાગોમાં RTI અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે, મુખ્યમંત્રીએ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

Next Article