VIDEO: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ૫ વર્ષમાં ૪ અકસ્માત અને ૩ના મોત નિપજવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી

|

Aug 28, 2019 | 11:49 AM

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર ગઈકાલે કરંટ લાગવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા. આ યુવકો 26 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે કરંટ લાગતા કરૂણાંતિકા સર્જાઈ હતી. ઘટનામાં અન્ય પાંચ યુવકોને પણ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. જો કે માત્ર […]

VIDEO: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ૫ વર્ષમાં ૪ અકસ્માત અને ૩ના મોત નિપજવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી

Follow us on

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર ગઈકાલે કરંટ લાગવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા. આ યુવકો 26 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે કરંટ લાગતા કરૂણાંતિકા સર્જાઈ હતી. ઘટનામાં અન્ય પાંચ યુવકોને પણ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. જો કે માત્ર 9 ફૂટની પ્રતિમાને જ મંજૂરી હોવા છતા 26 ફૂટની પ્રતિમા લાવવામાં આવતા સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સમગ્ર ઘટના માટે સ્થાનિકો પ્રશાસનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

જો કે ગણપતિ ઉત્સવમાં કરંટ લાગવાની આ ઘટના પહેલી નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભરૂચમાં ગણેશોત્સવ દરમિયાન વીજકરંટ લાગવાના ૪ બનાવ બન્યા છે જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે જયારે ૮ લોકોને ઈજા પહોંચી છે. જ્યારે પ્રશાસનને આ અંગે પૂછવામાં આવ્યું તો દર વખતની જેમ તેમની પાસેથી ગોળગોળ જવાબ મળ્યો હતો. સાંભળો શું કહી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન.

અંકલેશ્વરમાં બે યુવકોના મોતની ઘટનાથી પ્રશાસનની કામગીરી પર ચોક્કસ સવાલ ઉઠે છે. જિલ્લા કલેક્ટરને 9 ફૂટથી વધારે ઉંચી પ્રતિમા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતા સ્થાનિક પ્રશાસને 26 ફૂટની પ્રતિમાને કેવી રીતે મંજૂરી આપી. માત્ર માટીની પ્રતિમાને મંજૂરી હતી તો પછી પીઓપીની મૂર્તિ કોની રહેમ નજર હેઠળ પીઓપીની પ્રતિમા બનાવવામાં આવી. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા પર પ્રતિબંધ હતો તો કોની મિલિભગતથી પીઓપીની મૂર્તિઓને મંજૂરી આપવામાં આવી. ? સવાલ એ પણ થાય છે કે બે યુવકોના મોત માટે જવબાદાર કોણ છે ?

Next Article