
આજકાલ ફિટનેસના શોખીનોમાં સાધારણ પાણીને બદલે ‘અલ્કલાઇન વોટર’ પીવાનો ક્રેઝ વધ્યો છે. પરંતુ ગુજરાતના વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને તમે પેકેજ્ડ પાણી ખરીદતા પહેલા સો વાર વિચારશો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને મળેલી એક ફરિયાદ બાદ જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અલ્કલાઇન વોટરના નામે વેચાતી બોટલોમાં જોખમી કાળા કણો જોવા મળ્યા હતા.
લેબ ટેસ્ટમાં બહાર આવ્યું છે કે આ પાણીમાં ‘ફુલ્વિક એસિડ’ ભેળવવામાં આવ્યું હતું. ફુલ્વિક એસિડ કુદરતી રીતે માટી અને છોડમાં જોવા મળે છે, પરંતુ ભારતીય કાયદા મુજબ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરમાં તેનો ઉપયોગ કરવાની બિલકુલ મનાઈ છે. FSSAI એ આ મામલે કડક વલણ અપનાવીને કંપનીનો અંદાજે 31.61 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો છે અને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ડોક્ટરોના મતે, પાણીમાં ભેળવવામાં આવેલા આવા બિનઅધિકૃત પદાર્થો તાત્કાલિક અને લાંબા ગાળાની બીમારીઓ નોતરી શકે છે:
ભારતમાં પેકેજ્ડ વોટર માટે BIS ના કડક માપદંડો (IS 14543 અને IS 13428) છે, જે મુજબ પાણીમાં કોઈ પણ પ્રકારના કણો કે વધારાના એસિડની મંજૂરી નથી. નિષ્ણાતો સલાહ આપે છે કે:
ગુજરાતનો આ કિસ્સો યાદ અપાવે છે કે સ્વાસ્થ્યના નામે વેચાતી દરેક વસ્તુ સુરક્ષિત હોતી નથી. તમારી જાગૃતિ જ તમને આવા ભેળસેળિયા તત્વોથી બચાવી શકે છે.
Published On - 4:54 pm, Sat, 9 May 26