VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

|

Jul 26, 2019 | 5:11 PM

રાજકોટમાં નાગા સાધુના વેશમાં લોકોને લૂંટતી ગેંગ આંતરરાજ્ય ચીખલીગર ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઢોંગી નાગાબાવા સહિત ચાર શખ્સોને દબોચી લીધા છે. રાજકોટ પોલીસને એવી અનેક ફરિયાદ મળી હતી કે નાગા સાધુના વેશમાં લોકો પાસેથી કેટલાક શખ્સો ઘરેણા સહિતની કિંમતી વસ્તુઓ પડાવી રહ્યા છે. આ પ્રકારની ફરિયાદો બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે […]

VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

Follow us on

રાજકોટમાં નાગા સાધુના વેશમાં લોકોને લૂંટતી ગેંગ આંતરરાજ્ય ચીખલીગર ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઢોંગી નાગાબાવા સહિત ચાર શખ્સોને દબોચી લીધા છે. રાજકોટ પોલીસને એવી અનેક ફરિયાદ મળી હતી કે નાગા સાધુના વેશમાં લોકો પાસેથી કેટલાક શખ્સો ઘરેણા સહિતની કિંમતી વસ્તુઓ પડાવી રહ્યા છે. આ પ્રકારની ફરિયાદો બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવ્યું હતું.

આ પણ વાંચો: અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એવું તે કેવું ટ્વીટ કર્યું કે અંતે પોતે જ ડિલીટ કરવું પડ્યું

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્રાઈમ બ્રાન્ચના પ્લાન મુજબ PSI સોનાચાંદીના ઘરેણા પહેરીને હાઈવે પર ઉભા રહી ગયા હતા. આ ગેંગે PSIને શિકાર બનાવવાનો પ્લાન તો બનાવ્યો પરંતુ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસનું તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ અલગ અલગ શહેરોમાં આ રીતે 23 જેટલા ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ રાજ્ય બહાર પણ આવી અનેક ઘટનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી 6 લાખ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article