નેત્રંગમાં બેકાબુ કાર વૃક્ષ સાથે અથડાઈ, કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા

|

Oct 01, 2020 | 4:57 PM

નેત્રંગ રોડ પર એક ગાડી વૃક્ષ સાથે ટકરાતા કારમાં સવાર 8 લોકો પૈકી ત્રણ મહિલાઓ સહીત 4ના મોત નિપજ્યા હતા. કાર ચાલક વાહન ઉપરથી કાબૂ ગુમાવતા પુરપાટ ઝડપે દોડતી કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. કારના ચાલક ગણેશ વસાવાએ બેફામ કાર હંકારતા કંબોડિયા ગામ નજીક વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી, અકસ્માત એટલો […]

નેત્રંગમાં બેકાબુ કાર વૃક્ષ સાથે અથડાઈ, કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા

Follow us on

નેત્રંગ રોડ પર એક ગાડી વૃક્ષ સાથે ટકરાતા કારમાં સવાર 8 લોકો પૈકી ત્રણ મહિલાઓ સહીત 4ના મોત નિપજ્યા હતા. કાર ચાલક વાહન ઉપરથી કાબૂ ગુમાવતા પુરપાટ ઝડપે દોડતી કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. કારના ચાલક ગણેશ વસાવાએ બેફામ કાર હંકારતા કંબોડિયા ગામ નજીક વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી, અકસ્માત એટલો જબરદસ્ત હતો જે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકોએ કાટમાળમાંથી પતરા ચીરી કારમાં સવાર 8 લોકોને બહાર કાઢયા હતા. અકસ્માતમાં 3 મહિલાઓ સહીત 4ની હાલત ગંભીર હતી. ઈજાગસ્તોને હોસ્પિટલ ખસેડવા 108 મદદે બોલાવાઈ હતી. તબીબની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ચાર લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ચાલક સહીત અન્ય 4ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા હતા.

&

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article