ભાજપના પૂર્વ પ્રધાને કહ્યું- જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે

સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી, સરકાર હોય કે મનપા, તંત્રને સાચે સાચુ કહેવામા જ માને છે. કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટની જાહેરાતોને લઈને ગુસ્સે છે. તેમણે મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે બળાપો વ્યક્ત કર્યો છે કે, મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરાયેલ જાહેરાતોનો અમલ થતો નથી અને મનપા નવી નવી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવે છે.

ભાજપના પૂર્વ પ્રધાને કહ્યું- જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
| Edited By: | Updated on: Feb 06, 2026 | 2:52 PM

ગુજરાતમાં સુરત શહેર સૌથી ઝડપથી વિકસી રહેલ શહેર ગણાય છે. આ શહેરમાં મનપા દ્વારા દર વર્ષે પ્રજાભિમુખ સવલતો માટે અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવે છે પરંતુ આ જાહેરાતો માત્ર ચોપડામાં જ રહી જવા પામે છે. જૂની જાહેરાતોનો અમલ કરાતો નથી અને નવી નવી જાહેરાતો કરીને લોકોને ભરમાવવામાં આવતા હોવાની ફરિયાદ ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્યે કરી છે.

સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી, સરકાર હોય કે મનપા, તંત્રને સાચે સાચુ કહેવામા જ માને છે. કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટની જાહેરાતોને લઈને ગુસ્સે છે. તેમણે મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે બળાપો વ્યક્ત કર્યો છે કે, મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરાયેલ જાહેરાતોનો અમલ થતો નથી અને મનપા નવી નવી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવે છે.

કુમાર કાનાણી દ્વારા બસમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલો ઉભા કર્યા છે. તેમણે મ્યુનિસલિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, બજેટમાં મહિલા સુરક્ષા માટે પિંક ટોયલેટની સુવિધાની વાત કરી છે. એ ખુબ જ સારી વાત છે. પરંતુ મહિલાની સુરક્ષા માટે પિંક BRTS  ચલાવવા માટે 5 વર્ષોથી સતત રજૂઆત કરવા છતાં તેમાં મહિલા સુરક્ષાની કોઈ ચિંતા નથી.

ચોમાસા દરમિયાન દર વર્ષે સુરતના કેટલાક વિસ્તારોમાં ખાડીપૂર આવે છે. આ ખાડીપૂરનો કાયમી હલ કરવા કોઈ આયોજન થતું નથી. લોકો ખાડીના કારણે ગંદકી-મચ્છર અને ખાડી પૂરથી ત્રાસી ગયા છે. તે સ્માર્ટ સીટી, મેગા સીટી, નં. 1 સુરત માટે શરમજનક બાબત છે.

તાપી નદી પર રેલવે સમાંતર અશ્વનીકુમાર-ફુલપાડાથી ઉત્રાણને જોડતો રીવર બ્રીજ 4 વર્ષથી વાત થાય છે, પણ બ્રીજ બનતો નથી. કામ આગળ થતું નથી.’

Breaking News : 27 વર્ષ પછી મળ્યો ન્યાય… અને થોડા કલાકોમાં જીવનનો વિરામ, જુઓ કરુણ કહાની

Published On - 2:52 pm, Fri, 6 February 26