ભ્રષ્ટાચાર? દિવસમાં 24 કલાક હોય પણ જામનગર જિલ્લાના આ ગામમાં એક દિવસમાં જેસીબી મશીને 32 કલાક કામ કર્યું!

|

Jun 26, 2019 | 5:42 PM

એક દિવસમાં 30 કલાક હોય તેવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય પણ બોલો જામનગરના જીવાપર ગામમાં એક દિવસમાં 30થી પણ વધારે કલાક હોય તેવો મામલો સામે આવ્યો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય […]

ભ્રષ્ટાચાર? દિવસમાં 24 કલાક હોય પણ જામનગર જિલ્લાના આ ગામમાં એક દિવસમાં જેસીબી મશીને 32 કલાક કામ કર્યું!

Follow us on

એક દિવસમાં 30 કલાક હોય તેવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય પણ બોલો જામનગરના જીવાપર ગામમાં એક દિવસમાં 30થી પણ વધારે કલાક હોય તેવો મામલો સામે આવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જીવાપર ગામની પંચાયતનું એક કારસ્તાન સામે આવ્યું છે જેમાં જેસીબી મશીને એક દિવસમાં 30 કલાક તો ક્યારેક 32 કલાક કામ કર્યું હોય તેવું બિલમાં બતાવવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જીવાપર ગામની ગૌચર જમીનમાં કામગીરી કરવામાં આવી હતી અને તે માટે જેસીબીની જરુર પડતા તેને પણ ઉપયોગમાં લેવાયું હતું. આ કામ સ્ટાર અર્થ મુવર્સ અને સંજરી ટ્રેક્ટર્સને સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીઓના બિલમાં દિવસના કલાકો જ બદલાયેલા જોવા મળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચાલો માની લઈએ કોઈ એકથી ભૂલ થઈ જાય પણ ગ્રામ પંચાયત દ્વારા આ બિલને પાસ પણ કરી દેવાયા છે. સરપંચને એવું હતું કે કોઈને ખબર નહીં પડે પણ માહિતી અધિકારના કાયદાએ આખું કૌભાંડ બહાર લાવી દીધું હતું. બિલમાં એક દિવસમાં જેસીબી 30 કલાક કરતાં પણ વધારે ચાલ્યું તે જોવા મળે છે.

આ પણ વાંચો:  બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

સરપંચ પણ પોતાના બચાવમાં ઉતરી આવ્યા અને કહ્યું કે આ એક જેસીબીના કામનું બિલ નહીં પણ બે જેસીબીનું બિલ એકસાથે બનાવવામાં આવ્યું છે જેથી એક સાથે કલાકો લખવામાં આવ્યા છે. તો બીજી તરફ આ બાબતને લઈને ફરીયાદ થતાં તપાસ ચાલી રહી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું કે આ બાબતને લઈને તપાસ ચાલી રહી છે.

Published On - 5:40 pm, Wed, 26 June 19

Next Article