કોરોના મહામારીને પગલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, અમદાવાદમાં યોજાનાર ફલાવર-શૉ અને પતંગોત્સવ રદ કરાયો

|

Jan 06, 2022 | 1:55 PM

વાઇબ્રન્ટ સમિટને મોકૂફ કરવાના નિર્ણય બાદ અમદાવાદમાં યોજાનાર ફલાવર-શૉ અને પંતગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વાઇબ્રન્ટ સમિટને મોકૂફ કરવાના નિર્ણય બાદ અમદાવાદમાં યોજાનાર ફલાવર-શૉ (Flower Show ) અને પંતગોત્સવ (Kite festival) પણ રદ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છેકે રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનાર પતંગોત્સવ પણ હવે રદ કરાયો છે. આ સાથે જ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જ યોજાનાર પતંગોત્સવ પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છેકે એક તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલનમાં હાજર રહેલા ભાજપના નેતાઓ સહિત 40 લોકો કોરોના સંક્રમિત થયા છે.  ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે.

ફ્લાવર શૉ 8મી જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાનાર હતો. અને, કોરોના મહામારીને પગલે આ વર્ષે ટિકિટ બારી નહીં રાખવાનું પણ આયોજન હતું, સાથે ઓનલાઈન જ ટિકિટ લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફલાવર શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 


 

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : કોરોના સંક્રમણને પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

Published On - 12:26 pm, Thu, 6 January 22

Next Video