Video: ફુલોની ખેતીથી ખુશાલી

|

Jul 15, 2019 | 11:01 AM

Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ […]

Video: ફુલોની ખેતીથી ખુશાલી

Follow us on

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફુલ એ પ્રતિક છે સૌદર્યનું. સારો કે ખરાબ કોઇ પણ પ્રસંગ ફુલો વગર અધુરો છે. ફુલોની માંગ વર્ષનાં 365 દિવસ હોય છે. લગ્નગાળો હોય કે ધાર્મિક તહેવારો આ સમયે ફુલોની માંગ ખુબ જ હોય છે. એટલે જ ફુલોની ખેતી સદાબહાર કહેવાય છે. પાદરાના બિલ ગામનાં યુવાને પણ ફુલોની સતત રહેતી માંગને કારણે ગુલાબ, મોગરો અને પારસના ફુલોની ખેતી કરી. ફુલોનાં વેચાણની એવી વ્યવસ્થા ઉભી કરી કે પાદરાનાં ફુલો પ્લેન દ્વારા દિલ્હી, મુંબઇ, પુના અને હૈદરાબાદ જેવા શહેરોમાં વેચાતા થઇ ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાદરાના બિલ ગામનાં યુવાન ખેડૂત વિશાલ પટેલને ખેતી વારસામાં મળી છે. ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં જોડાયેલા આ યુવાન ધરતીપુત્રએ ફુલોની ખેતીને વિસ્તારી. વિશાલે નોંધ્યું કે અન્ય ખેતી કરતા ફુલોની ખેતીમાં ત્રણ ઘણું વધુ વળતર મળે છે. તેમણે ફુલોનું ઉત્પાદન વધે તે માટે વધુ જમીનમાં ફુલોનું વાવેતર કર્યું. ગુલાબની સાથે તેમણે મોગરા અને પારસનાં ફુલોની પણ ખેતીની શરૂઆત કરી. અન્ય ખેડૂતોને પણ ફુલોની નફાકારક ખેતી વિશે માર્ગદર્શન આપીને આજુબાજૂનાં દરાપુરા, પાટોદ અને સોખડાના ખેડૂતોને પણ ફુલોની ખેતી કરતા કર્યા.

આ પણ વાંચો: Video: પ્રધાનમંત્રી પાક વિમા યોજના

ફુલોનાં ભાવ તેની સિઝન મુજબ બદલાયા કરે છે. ગુલાબ 20 રૂપિયાથી લઇને 200 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મોગરો ઓફ સિઝનમાં પ્રતિ કિલો 100 રૂપિયા અને સિઝનમાં 600 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે. પારસનાં ફુલો પણ ઓફ સિઝનમાં પ્રતિ કિલો 40 રૂપિયાથી લઇને સિઝનમાં 500રૂપિયે કિલોએ વેચાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article