રાજ્યમાં આગામી 24 કલાકમાં જ ગરમીનો વિસ્ફોટ થઇ શકે છે. એક સાથે 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી કહેર મચાવી શકે છે. એટલું જ નહીં 28 માર્ચ બાદ અનેક સ્થળો પર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ શકે છે.
આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ એટલી જ મહત્વની છે. તેઓનું માનવું છે કે રાજ્યવાસીઓએ આકરી ગરમી માટે તૈયાર રહવુ પડશ. રાજ્યમાં 29મી માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે, જેમા ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.
એટલે આગામી 5 દિવસ સુધી ગરમી કહેર મચાવશે. જે બાદ જો રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ગરમીથી મળી શકે છે રાહત. પરંતુ હાલ તો આગામી પાંચ દિવસ આકાશથી અગ્નિવર્ષા થતી હોય તેવો અહેસાસ થશે.
Published On - 9:58 pm, Sun, 23 March 25