VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો’

|

Oct 09, 2019 | 1:50 PM

જૂનાગઢના કેશોદના ગાદોઈ ટોલનાકા પર એક વાહનચાલક અને ટોલટેક્સના કર્મચારી વચ્ચેની રકઝક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ VIDEOમાં જે વ્યક્તિ કર્મચારી સાથે રકઝક કરી રહ્યો છે તે રાજકોટના કેશવ પરમાર છે. કેશવ પરમાર જ્યારે ગાદોઈ ટોલનાકા પર પહોંચ્યા ત્યારે તેમને ટોલટેક્સ ભરવાની ના પાડી દીધી હતી. આ વાહનચાલકનું કહેવું છે કે પહેલાં […]

VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો

Follow us on

જૂનાગઢના કેશોદના ગાદોઈ ટોલનાકા પર એક વાહનચાલક અને ટોલટેક્સના કર્મચારી વચ્ચેની રકઝક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ VIDEOમાં જે વ્યક્તિ કર્મચારી સાથે રકઝક કરી રહ્યો છે તે રાજકોટના કેશવ પરમાર છે. કેશવ પરમાર જ્યારે ગાદોઈ ટોલનાકા પર પહોંચ્યા ત્યારે તેમને ટોલટેક્સ ભરવાની ના પાડી દીધી હતી. આ વાહનચાલકનું કહેવું છે કે પહેલાં રસ્તા સુધરાવો પછી હું ટોલટેક્સ ભરીશ.

આ પણ વાંચો: VIDEO: વંદાવાળી ઈડલી! અમદાવાદના જાણીતા સંકલ્પ રેસ્ટોરન્ટના ઇડલી-સંભારમાંથી નીકળી જીવાત

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક તરફ વાહનચાલક ટેક્સ ભરવાની ના પાડી રહ્યો છે, તો બીજી તરફ ટોલટેક્સનો કર્મચારી પણ ટોલ ભરવો જ પડશે તેની હઠ પકડીને બેઠો છે. વાહનચાલક કેશવ પરમાર ખરાબ રસ્તાઓથી એટલી હદે હેરાન છે કે તેણે સામેથી ટોલનાકાના કાર્યકર્તાને કહ્યું કે ગુજરાત સરકારને નામજોગ ફરિયાદ કરો. પણ હું ટોલટેક્સ નહીં ભરું. સોશિયલ મીડિયામાં આ VIDEO વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article