માનવતા મહેકી: Ankleshwar થી ડોનેટ લાઈફના માધ્યમથી સૌ પ્રથમ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન

|

Jun 25, 2021 | 6:23 PM

કોરોનાની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગ દાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે.ત્યારે અંકલેશ્વરથી બ્રેઈન ડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની અને લિવરનું દાન કર્યું હતું.

માનવતા મહેકી:  Ankleshwar થી ડોનેટ લાઈફના માધ્યમથી સૌ પ્રથમ અંગદાન, ત્રણ લોકોને મળશે નવજીવન
Ankleshwar થી ડોનેટ લાઈફના માધ્યમથી સૌ પ્રથમ અંગદાન

Follow us on

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલે Ankleshwar થી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ અંગદાન(organ donation) મેળવ્યું છે. જેમાં હિન્દુ કુંભાર સમાજના બ્રેઈન ડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની અને લિવરનું દાન કર્યું હતું. જેના લીધે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે. આ પરિવારે અંગદાન(organ donation) કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના ડૉ.હિતેશ ચાવડા અને  ટીમે  લિવરનું દાન સ્વીકાર્યું

SOTTO દ્વારા લિવર અમદાવાદની સ્ટર્લીગ હોસ્પિટલને તેમજ કિડની Institute of Kidney Diseases and Research Centre(IKDRC)ને ફાળવવામાં આવી.અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલના ડૉ.હિતેશ ચાવડા અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું. જયારે કિડનીઓનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી સ્વીકાર્યું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કિડનીનું ટ્રાન્સ પ્લાન્ટ અમદાવાદની બે  હોસ્પિટલમાં કરવામાં આવશે 

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડૉ.હિતેશ ચાવડાઅને તેમની ટીમ દ્વારા એક જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવી રહ્યું છે. જયારે એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

ચાર બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કર્યું 

ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગ દાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. ત્યારે સુરત અને Ankleshwar માંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા ઓગણીસ દિવસમાં ચાર બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ૨ હૃદય, ૨ ફેફસાં, ૮ કિડની, ૪ લિવર અને ૬ ચક્ષુઓ સહીત કુલ ૨૨ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૨૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૯૦ કિડની, ૧૬૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૨૪ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે

Next Article