ફાયર ગેમમાંથી ડાયમંડ ટ્રાન્સફર કરવા બાળકે કરી જીદ, પાડોશી યુવક સાથે ઝઘડો થતાં ગળું દબાવી કરી હત્યા

|

Sep 19, 2020 | 5:27 PM

સુરત: બળદેવ સુથાર  સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા મૂળ ઝારખંડના સિક્યુરિટી ગાર્ડનો 11 વર્ષીય દિકરો સોસાયટીમાં રમવા ગયા બાદ ગુમ થયો હતો. મોડીરાત્રે બાળકની હત્યા કરેલી લાશ અગાઉ તેઓ જ્યાં ભાડે રહેતા હતા, તે જીવનદીપ સોસાયટીમાં બાજુમાં રહેતા એક ઘરમાંથી મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા ત્યાં રહેતા અને બાળકના 19 વર્ષીય […]

ફાયર ગેમમાંથી ડાયમંડ ટ્રાન્સફર કરવા બાળકે કરી જીદ, પાડોશી યુવક સાથે ઝઘડો થતાં ગળું દબાવી કરી હત્યા

Follow us on

સુરત: બળદેવ સુથાર 

સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા મૂળ ઝારખંડના સિક્યુરિટી ગાર્ડનો 11 વર્ષીય દિકરો સોસાયટીમાં રમવા ગયા બાદ ગુમ થયો હતો. મોડીરાત્રે બાળકની હત્યા કરેલી લાશ અગાઉ તેઓ જ્યાં ભાડે રહેતા હતા, તે જીવનદીપ સોસાયટીમાં બાજુમાં રહેતા એક ઘરમાંથી મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા ત્યાં રહેતા અને બાળકના 19 વર્ષીય મિત્રએ ફ્રી ફાયર ગેમમાંથી ડાયમંડ ટ્રાન્સફર કરવા બાળકે જીદ કરતા ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. મૂળ ઝારખંડના વતની અને સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો 11 વર્ષનો પુત્ર આકાશ તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંય ભાળ ન મળતા છેવટે ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી. દરમિયાન મોડીરાત્રે આકાશની હત્યા કરેલી લાશ અગાઉ તેઓ જ્યાં ભાડે રહેતા હતા, તે જીવનદીપ સોસાયટીમાં બાજુમાં રહેતા એક ઘરમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતાં એસીપી જે.કે.પંડયા, પીઆઈ ચૌધરી અને સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે તે રૂમમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય અમન શિવહરેની અટકાયત કરી પુછપરછ કરતા તેણે આકાશની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આકાશ અગાઉ તેના રૂમની બાજુમાં જ રહેતો હતો અને બંને વચ્ચે મિત્રતા હતી. અલગ સ્થળે રહેવા જવા છતાં આકાશ તેના રૂમ ઉપર લગભગ રોજ આવતો હતો અને તેના મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગત સવારે 10.30 વાગ્યે આકાશ આવ્યો હતો અને એક કલાક મોબાઈલમાં ગેમ રમી થોડીવાર માટે ઘરે જઈ પાછો તરત આવ્યો હતો અને અમનના મોબાઈલ ફોનમાં ગેમ રમવા માંડયો હતો. થોડીવાર બહાર જઈ પાછો તે આવીને અમનનો મોબાઈલ ફોન લઈ ગેમ રમવા માંડતા અમને ના પાડી હતી. છતાં આકાશ માન્યો ન હતો. થોડીવાર બાદ આકાશે અમનના મોબાઈલ ફોનમાંથી પોતાના મોબાઈલ ફોનમાં ગેમમાં મળતા ડાયમંડ ટ્રાન્સફર કરવા જીદ કરી હતી. આ અંગે અમને ના પડતાં ઝઘડો થતાં અમને તેનું ગળું દબાવ્યું હતું અને તેમાં આકાશ મોતને ભેટયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આકાશનું મોત થતાં નાનકડી રૂમમાં ખાટલો ખસેડી લાશની ઉપર રાખી અમન બહાર ચાલ્યો ગયો હતો. રાત્રે તેનો રૂમ પાર્ટનર આવ્યો અને ખાટલાની અલગ સ્થિતી જોઈ તેના ઉપર બેસી આજુબાજુ નજર કરી ત્યારે નીચે આકાશની લાશ નજરે ચઢતા મકાન માલિકને જાણ કરી હતી. મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પાંડેસરા પોલીસે અમનની કબૂલાતના આધારે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

Published On - 11:09 am, Thu, 27 August 20

Next Article