સુરતના માણકા ગામની ખાનગી શાળામાં લાગી આગ, જુઓ VIDEO
સુરત પાસે આવેલા માણકા ગામની એક ખાનગી શાળામાં આગ લાગી હતી. શાળાની ક્લાર્ક ઓફિસમાં લાગેલી આગ થોડી જ વારમાં આખીયે શાળામાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
સુરત પાસે આવેલા માણકા ગામની એક ખાનગી શાળામાં આગ લાગી હતી. શાળાની ક્લાર્ક ઓફિસમાં લાગેલી આગ થોડી જ વારમાં આખીયે શાળામાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેના કારણે ફાયરબ્રિગેડ તાત્કાલીક અસરથી ત્યાં પહોંચી ગયું હતું અને ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. લાંબા સમય સુધી અને લાંબી જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી પણ ક્લાર્ક ઓફિસમાં લાગેલી આગના કારણે વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયાં હતાં. જો કે સદનશીબે શાળા બંધ હોવાના કારણે કોઈને ઈજા કે જાનહાની થઈ નહોતી. આખરે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમીક તપાસમાં સામે આવ્યું હતું કે શોટ સર્કિટના કારણે આગ લાગી હતી.
આ પણ વાંચો: સાઉદી અરબ: કિંગ સલામન બિન અબ્દુલને અપાયો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, જનતાને મફતમાં અપાશે વેક્સિન
Latest Videos