જાણો અમદાવાદ શહેરમાં કેટલા ટકા લોકોએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ

|

Oct 06, 2021 | 2:18 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કમર કસી છે.તેમજ કોરોના સંક્રમણના ફેલાય તે માટે નવરાત્રિ પૂર્વે શહેરીજનો પર તંત્રએ કડક નિયંત્રણ લાદયા છે

જાણો અમદાવાદ શહેરમાં કેટલા ટકા લોકોએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
Find out what percentage of people in Ahmedabad city took the first dose of Corona vaccine (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની(Corona)ત્રીજી લહેરનું સંક્રમણ ના ફેલાય તે માટે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં રાજ્યના મહાનગરોમાં કોરોના રસીકરણની સારી એવી કામગીરી થઈ છે. જેમાં સુરત મહાનગર પાલિકાએ શહેરના રસી લેવા પાત્ર 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે.

તેવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC)પણ પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કમર કસી છે. જેમાં અમદાવાદ (Ahmedabad)શહેરના અત્યારે રસી લેવા પાત્ર 97 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે. તેમજ 49 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જો કે હવે કોર્પોરેશને પોતાના 100 ટકા પ્રથમ ડોઝના ટાર્ગેટને મેળવવા માટે અને કોરોના સંક્રમણના ફેલાય તે માટે નવરાત્રિ પૂર્વે શહેરીજનો પર તંત્રએ કડક નિયંત્રણ લાદયા છે. જેમાં સોસાયટી, પાર્ટીપ્લોટ, ક્લબ, હોટલ, ધાર્મિક સ્થળોમાં કોરોના રસી વગરના લોકોને પ્રવેશ નહીં મળે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત BRTS, AMTS, રિવરફ્રન્ટ અને જીમમાં પણ કોરોના રસી સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત કરાયું છે. નવરાત્રિ દરમિયાન થતી ભીડને નિયંત્રણમાં લેવા તંત્ર સક્રિય બન્યું છે. જે લોકોએ રસી ન લીધી હોય તેની વિગતો નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આપવાની રહેશે.

જો આ જ રીતે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો રસી લેવા પાત્ર 90 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જયારે ભાવનગર મહાનગરપાલિકાએ રસી લેવા પાત્ર 89 ટકા લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન રસી લેવા પાત્ર 96. 20 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના(Navratri)  ગરબાને(Garba)  લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં ગુરુવારથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. તેમજ લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે.જો કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

આ ઉપરાંત 400 લોકોની મર્યાદામાં ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે.મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે.

આ પણ વાંચો : જામનગરના કલાકારે ભાજપની થીમ પર માટીનો ગરબો બનાવીને સીએમને ભેટ ધર્યો

આ પણ વાંચો : વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને જેલમાં ધકેલાયો

Published On - 2:11 pm, Wed, 6 October 21

Next Article