વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને જેલમાં ધકેલાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.મહત્વનું છે કે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 1:00 PM

વડોદરાના(Vadodara)  ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case)  આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt) જેલમાં ધકેલાયો છે. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા આજે ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો..મહત્વનું છે કે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો.

પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આજે તેના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસ તેને અદાલતમાં રજૂ કર્યો હતો.

આ દરમ્યાન વડોદરા(Vadodara)શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) આરોપી અશોક જૈન(Ashok Jain) હજુ પણ ફરાર છે. તેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે પણ હજુ સુધી તે હાથમાં આવ્યો નથી.અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે.

એકતરફ અશોક જૈનની આગોતરા જામીન અરજીની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે..જ્યારે બીજીતરફ પોલીસ અશોક જૈનની શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રય સ્થાનોની માહિતી મેળવતા, તે રાજસ્થાન અથવા ઉત્તરપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad માં નવરાત્રીમાં રોમિયોની ખેર નથી, પોલીસે ધડયો આ એકશન પ્લાન

આ પણ વાંચો : રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">