સુરતમાં કોરોનાના વધતા કેસોને અટકાવવા જાણો કયા વિસ્તારમાં મહાનગરપાલિકાએ લગાવવા પડ્યા હોર્ડિંગ્સ

|

Sep 18, 2020 | 6:02 PM

સુરત શહેર અને જિલ્લામાં ગુરુવારે 270 લોકોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ કોરોના દર્દીઓનો કુલ આંકડો 25,045 થયો છે. શહેરના 3 અને જિલ્લાના 2 મળીને કુલ પાંચ મોત થતા મૃત્યુનો આંકડો 884 થયો છે. ગુરુવારે 251 દર્દીઓ સાજા થતા અત્યાર સુધી કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 22,057 થયો છે. શહેરમાં રિકવરી રેટ […]

સુરતમાં કોરોનાના વધતા કેસોને અટકાવવા જાણો કયા વિસ્તારમાં મહાનગરપાલિકાએ લગાવવા પડ્યા હોર્ડિંગ્સ

Follow us on

સુરત શહેર અને જિલ્લામાં ગુરુવારે 270 લોકોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ કોરોના દર્દીઓનો કુલ આંકડો 25,045 થયો છે. શહેરના 3 અને જિલ્લાના 2 મળીને કુલ પાંચ મોત થતા મૃત્યુનો આંકડો 884 થયો છે. ગુરુવારે 251 દર્દીઓ સાજા થતા અત્યાર સુધી કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 22,057 થયો છે. શહેરમાં રિકવરી રેટ 86.82 ટકા થયો છે.

જો કે હજી પણ હીરા અને કાપડ બજારમાંથી સંક્રમિતોની સંખ્યા ઘટવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે હીરાબજાર સાથે સંકળાયેલા 3 અને કાપડબજાર સાથે સંકળાયેલા 2 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતના કતારગામ ઝોનમાં સૌથી વધારે 3438 કેસો નોંધાયા છે. જ્યારે વરાછા ઝોન A માં 2194, વરાછા ઝોન B માં 1629, સેન્ટ્રલ ઝોનમાં 2041, રાંદેર ઝોનમાં 2899, લીંબાયત ઝોનમાં 2174, ઉધના ઝોનમાં 1595 અને અઠવા ઝોનમાં 3248 કેસો નોંધાયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

શહેરમાં સૌથી વધારે કતારગામ અને વરાછા વિસ્તારમાંથી કેસો આવતા હોય પાલિકાએ આ વિસ્તારમાં જનજાગૃતિ માટે હોર્ડિંગ્સ લગાવવાનો વારો આવ્યો છે. વધી રહેલા કેસો સામે કેવી જાગૃતિ રાખવી તે માટેની અપીલ આ બેનરોમાં કરવામાં આવી છે. લોકોને કોરોનાથી બચવા શું કરવું અને શું ન કરવું તે બાબતનો ઉલ્લેખ હોર્ડિંગસમાં કરવામાં આવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article