Dahod: મહિલા તલાટી મંત્રીનો પતિ કરે છે વહીવટ, સામાન્ય માણસ સામે દાદાગીરીનો વિડીયો થયો વાયરલ

|

Oct 26, 2021 | 8:30 AM

ઝાલોદ તાલુકાના ધોળાખાખરાના મહિલા તલાટી મંત્રીના પતિનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તલાટી પત્નીનો પતિ વહીવટ કરતો જોવા મળે છે. જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે.

Dahod: જિલ્લાના એક ગામથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. ઝાલોદ તાલુકાના ધોળાખાખરાના મહિલા તલાટી મંત્રીના પતિ વહીવટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ધોળાખાખરા ગ્રામ પંચાયતમાં મહીલા તલાટી મંત્રી ફરજ બજાવે છે. પરંતુ તલાટી પત્નીની નોકરીનો વહિવટ પતિ દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં આ શખ્સ દ્વારા ખુલ્લેઆમ લુંટ પણ ચલાવવામાં આવે છે. ગ્રામ્યજનો પાસે આવાસના નામે પતિ રુપીયા ઉધરાવતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

એક વીડિયોમાં ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવેલા સ્થાનિક સાથે તલાટીનો પતિ દુર વ્યવહાર કરતો હોય તે નજરે પડે છે. એવામાં તલાટી કમ મંત્રી અને તેના પતિ વિરુદ્ધ દુરવ્યવહાર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોએ માગ કરી છે. જાહેર છે કે આવા લોકોના કારણે જ તંત્ર સામે સામાન્ય માણસોનો રોષ વધતો જઈ રહ્યો છે. લોભ, લાલચ કે લાંચ માટે સત્તાનો દુરુપયોગ કરનારા આવા કર્મચારીઓની શાન ઠેકાણે લાવવી ગુજરાતના હિત માટે ખુબ જ જરૂરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: પગાર મુદ્દે વિરોધ કરતા સફાઈકર્મીઓની પોલીસે કરી અટકાયત, તો પોલીસ સ્ટેશનમાં જ દર્શાવ્યો જોરદાર વિરોધ

આ પણ વાંચો: Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Next Video