Gujarati NewsGujaratFee mate pathani ughrani karti khangi shadao ni manmani par gujarat highcourt ni rok
ફી માટે પઠાણી ઉઘરાણી કરતી ખાનગી શાળાઓની મનમાની પર ગુજરાત હાઈકોર્ટેની રોક, 30 જુન સુધી નહી કરી શકે વિદ્યાર્થીઓનાં પ્રવેશને રદ
ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો […]
ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતી મનમાનીઓ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. 30 જૂન સુધી ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી દેવામાં આવી છે. ફી નહીં ભરી શકવાના કિસ્સામાં 30 જૂન સુધી વિદ્યાર્થીના પ્રવેશ રદ્દ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખાનગી શાળાઓ તમામનું હિત જળવાય તે રીતે રાજ્ય સરકાર રસ્તો કાઢે તેવો હાઈકોર્ટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટનાં હુકમનાં પગલે વાલીઓને જરૂરથી રાહત થશે કે જેમના પર ખાનગી શાળાઓ સતત ફી ભરવા માટે દબાણ કરી રહી છે.