કોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન

|

Sep 30, 2020 | 3:49 PM

કોરોનાને 6 મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે, અનલોક પછી પણ ભલે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હોય પણ લોકોનું જનજીવન પૂર્વવત થઈ ગયું છે. પરંતુ હજી એક વસ્તુ બિલકુલ નથી બદલાઈ અને એ છે કોરોનાની કોલર ટ્યુન. હજી પણ જ્યારે કોઈ વ્યક્તિને ફોન લગાવવામાં આવે ત્યારે એકાદ મિનિટ સુધી તમારે ફરજીયાત સાંભળવી જ પડે છે. […]

કોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન

Follow us on

કોરોનાને 6 મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે, અનલોક પછી પણ ભલે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હોય પણ લોકોનું જનજીવન પૂર્વવત થઈ ગયું છે. પરંતુ હજી એક વસ્તુ બિલકુલ નથી બદલાઈ અને એ છે કોરોનાની કોલર ટ્યુન. હજી પણ જ્યારે કોઈ વ્યક્તિને ફોન લગાવવામાં આવે ત્યારે એકાદ મિનિટ સુધી તમારે ફરજીયાત સાંભળવી જ પડે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે મગજ પર હથોડા મારતી આ કોલર ટયુન બંધ કરવા રજૂઆતો થઇ રહી છે, ત્યારે સુરતથી પણ આવી જ એક રજૂઆત કરવામાં આવી છે.

સુરતના ટેલિફોન સલાહકાર સમિતિ મેમ્બર, યશ દેસાઇએ ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રસારણ તથા સંચારમંત્રી રવિશંકર પ્રસાદને કોરોના કોલરટયુન્સ બંધ કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં કોરોના સંબંધિત જાગૃતિ તથા તે સંબંધિત માહિતીનો પ્રસાર-પ્રચાર થઇ ચુક્યો છે. લોકડાઉન પછી અનલોકના સમયમાં લોકો કોરોના ગાઇડલાઇનનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ત્યારે આ કોલર ટયુનના કારણે મોબાઇલ પર વાતચિત કરવા માટે વધુ સમય સુધી રાહ જોવી પડે છે. તેવામાં ઇમરજન્સી કે અતિ આવશ્યક હોય તેવા સમયે લોકોને ઘણી તકલીફ પડે છે.

આવો એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો જેમાં પાંડેસરાનાં યુવાનનો રોડ પર સામાન્ય અકસ્માત થતા તેની સાયકલને નુકસાન થયુ હતું. પગમાં થોડી ઇજા થવાથી તેણે તેના ભાઇને તત્કાલ ફોન જોડયો પણ કોલર ટયુન વાગતા તે અકળાઇ ગયો હતો અને ફોનને રોડ પર ફેંકી દીધો હતો.

આ પણ વાંચોઃસામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article