ખાતરના ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સીએમ અને કૃષિપ્રધાનને પત્ર લખીને આક્ષેપ કર્યા છે. તેમણે ખાતરનો કેટલો ભાવ વસૂલાય છે તેના બિલ સાથે પત્ર મોકલી આપ્યો છે. પાલ આંબલિયાનો આક્ષેપ છે કે સરકારે ખાતર વિક્રેતા કંપનીઓને કરોડોની સબસિડી આપી હોવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. પણ ખાતર વિક્રેતા કંપનીઓ પોતાની ઈચ્છા મુજબ ભાવ વસૂલી રહી છે. ભાવ ઘટાડાનો લાભ ખેડૂતોને મળ્યો નથી.
તેમણે માંગ કરી કે સરકાર જાહેર કરે કે તેમની જાહેરાત ખોટી હતી. અથવા એવું સ્વીકારે કે ખાતર વિક્રેતા કંપનીઓ પર તેમનો કોઈ અંકુશ નથી. તો બીજી તરફ ભાજપ પ્રવક્તાએ કહ્યું કે સરકારે પ્રાઈવેટ કંપનીઓના ભાવ પર અંકુશ લાગે તેવા પ્રામાણિક પ્રયાસ કર્યા છે.
આ પણ વાંચો: ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારત-ચીન સરહદ પર કરશાંગલા ચોકીની મુલાકાત લીધી, કહ્યું- અમને ITBP પર ગર્વ છે
Published On - 8:02 am, Tue, 2 November 21