MS Universityના નામે ફેક પરિપત્ર વાયરલ, પ્રેમ ફેલાવો “બોયફ્રેન્ડ વગર નહીં મળે કોલેજમાં પ્રવેશ”

|

Feb 08, 2021 | 1:28 PM

વડોદરાની M.S. Universityના નામનો એક ફેક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લખ્યું છે કે કોલેજની દરેક છોકરીને ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ બનાવવો જરૂરી છે.

MS Universityના નામે ફેક પરિપત્ર વાયરલ, પ્રેમ ફેલાવો બોયફ્રેન્ડ વગર નહીં મળે કોલેજમાં પ્રવેશ
MS University

Follow us on

દર વર્ષે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વચ્ચે વડોદરાની M.S. Universityના નામનો એક ફેક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લખ્યું છે કે કોલેજની છોકરીઓની સુરક્ષાનાં કારણોને લઈને કોલેજની દરેક છોકરીઓને ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ બનાવવો જરૂરી છે. નહીં તો એકલી છોકરીઓને કોલેજમાં પ્રવેશ નહીં મળે. આ વિચિત્ર પત્ર વાયરલ થયા બાદ કોલેજ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

લેટરહેડ પર જોવા મળતા આ પરિપત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ક્લાસમાં ભણતા પહેલા તમામ છોકરીઓએ બોયફ્રેન્ડ હોવાનો પુરાવો આપવો પડશે. પરિપત્રનું હેડીંગ છે ‘પ્રેમ ફેલાવો’. એક નજરમાં તો આ વાયરલ પરિપત્ર વાસ્તવિક લાગે છે કારણ કે તેમાં યુનિવર્સિટીનું નામ અને લોગો બંને છે. મથાળાની સાથે પરિપત્રનો સંદર્ભ નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ ચકાસીને જોવા પર સત્યતા સમજાય એમ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ લેટર છે ફેક

વાયરલ પત્ર પર યુનિવર્સિટી સફાઈ
યુનિવર્સિટીના રજિસ્ટ્રરે આ પત્ર અંગે સ્પષ્ટતા કરી છે. યુનિવર્સિટી તરફથી આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. સાથે તેમણે બાળકોને અપીલ કરી છે કે, જો કોઈ વિદ્યાર્થીને આ બનાવટી પત્ર મળે તો તેને આગળ શેર ન કરે. જેથી આ અફવા અટકે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર સેન્ટ જ્હોન્સ કોલેજ, આગ્રાનો પણ આવો જ એક પત્ર ખૂબ વાયરલ થયો હતો. જે બાદ સેન્ટ જ્હોન્સ કોલેજના આચાર્યએ આ પત્ર વાયરલ કરનાર પર ગુનો દાખલ કર્યો હતો.

Next Article