VIDEO: ખેરાલુનું બેહાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાર્કિગ એરિયામાં ચાલે છે ઈમરજન્સી સેવા, નથી કોઈ પણ પ્રકારની સગવડ

|

Sep 21, 2019 | 5:21 AM

ગુજરાત સરકાર સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર સબ સલામત હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ, અમે આપને એક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું એવું દૃશ્ય બતાવીએ છીએ જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ છે મહેસાણાના ખેરાલુના સામુહિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલા ક્લાસ-3ના કર્મચારીઓના રહેણાંક ક્વાર્ટર્સ અને અહી પાર્ક કરેલા વાહનો જોઇને સૌને ખબર પડશે […]

VIDEO: ખેરાલુનું બેહાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાર્કિગ એરિયામાં ચાલે છે ઈમરજન્સી સેવા, નથી કોઈ પણ પ્રકારની સગવડ

Follow us on

ગુજરાત સરકાર સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર સબ સલામત હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ, અમે આપને એક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું એવું દૃશ્ય બતાવીએ છીએ જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આ છે મહેસાણાના ખેરાલુના સામુહિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલા ક્લાસ-3ના કર્મચારીઓના રહેણાંક ક્વાર્ટર્સ અને અહી પાર્ક કરેલા વાહનો જોઇને સૌને ખબર પડશે કે આ પાર્કિંગ એરિયા છે.

પરંતુ આ પાર્કિંગ એરિયા નહીં પરંતુ આરોગ્ય સેવા કેન્દ્ર છે. અહીં દર્દીઓને ઈમરજન્સી સેવા આપવા આવે છે. ઈરમજન્સી સેવા માટે વોર્ડ પણ ઉભો કરાયો છે. અહી દર્દીઓની સારવાર છેલ્લા ત્રણ મહિનાથી આવી રીતે જ કરવામાં આવી રહી છે. પાર્કિંગ એરિયામાં એક તરફ વાહનો પાર્ક થાય છે તો તેની બાજુમાં લીલા કલરની નેટ બાંધીને ઈમરજન્સી સેવા અપાઈ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ સ્ત્રી વિભાગ પણ આવી લીલા કલરની નેટ બાંધીને તૈયાર કરવામાં આવ્યો છે તો ક્વાર્ટર્સના મકાનના રસોડા રૂમ અને બેડરૂમમાં લેબોરેટરીની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ જૂનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું અને દર્દીઓ ઉપર પોપડા પડવાની ઘટનાઓ બનતી હતી તો અહી ફરજ બજાવતા ડોકટરો અને સ્ટાફ પણ ભયભીત સ્થિતિમાં દર્દીઓની સારવાર કરતા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેથી કંટાળીને સ્ટાફના લોકોએ બિલ્ડિંગની પાછળ આવેલા ક્વાર્ટર્સની નીચેની પાર્કિંગ જગ્યામાં જ ઈમરજન્સી સેવા અને ઇનડોર વિભાગ શરુ કરી સાથે મેડીકલ ઓફિસર આ જ બિલ્ડીંગના સ્ટાફ ક્વાર્ટર્સના ફ્લેટના રૂમમાં બેસે છે. તેમનું કહેવું છે કે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાને કારણે અહીં બેસવું પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેરાલુનું આ સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ત્રણ મહિનાથી આ જ પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે. અહી આવતા અધિકારીઓ પણ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો જિલ્લા આરોગ્ય વિભાગ પણ જાણે નઘરોળ બની ગયું હોય અને બીજી કોઈ બિલ્ડીંગની વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી શક્યું તે શરમની વાત છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે શું એક વૈકલ્પિક બિલ્ડીંગની વ્યવસ્થા ના આપી શકાય? કે પછી જુનું બિલ્ડીંગ તોડીને નવું બને ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે? અને દર્દીઓને પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરી દેવાશે?

Next Article