Election: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર રહેશે બાજ નજર, નોડલ દ્રારા કરાશે કાર્યવાહી

|

Feb 17, 2021 | 11:28 AM

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી (Election) ઓનો ગરમાવો વ્યાપવા લાગ્યો છે, હવે પ્રચારનો ધમધમાટ ચુંટણી સુધી ધમધમવા લાગશે. જોકે હવે ડીઝીટલ પ્રચારની બોલબાલા પણ એટલી જ વધવા લાગી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ હવે ડિઝીટલ પ્રચાર (Digital Campaign) તરફ ઝોક વધારવા લાગ્યા છે.

Election: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર રહેશે બાજ નજર, નોડલ દ્રારા કરાશે કાર્યવાહી
લોકડાઉન બાદ થી ડિઝીટલ પ્લેટફોર્મનો વપરાશ ખૂબ વધ્યો છે.

Follow us on

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી (Election) ઓનો ગરમાવો વ્યાપવા લાગ્યો છે, હવે પ્રચારનો ધમધમાટ ચુંટણી સુધી ધમધમવા લાગશે. જોકે હવે ડીઝીટલ પ્રચારની બોલબાલા પણ એટલી જ વધવા લાગી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ હવે ડિઝીટલ પ્રચાર (Digital Campaign) તરફ ઝોક વધારવા લાગ્યા છે. જેને લઇને હવે દરેક મોરચે ચુંટણીમાં બાજ નજર રાખતુ ચુંટણી તંત્ર હવે ડિઝીટલ પ્રચાર અને ડિઝીટલ પ્લેટફોર્મ (Digital Platform) પર પણ બાજ નજર રાખશે. આ માટે સાબરકાંઠા SP રાજ્યમાં નજર રાખશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ઉમેદવારોની યાદીનુ ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યુ છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પુર્ણ થઇ જતા ઉમેદવારો પણ હવે પ્રચાર કાર્યમાં લાગી ચુક્યા છે. રાજકીય પક્ષો પણ હવે પ્રચારના ધમધમાટમા વ્યસ્ત બની ચુક્યા છે. તો વળી હવે ડોર ટુ ડોર અને સભાઓ દ્રારા પ્રચાર કરવાની સાથે સાથે હવે સમય બદલાતા પ્રચારના પ્રકાર પણ બદલાવા લાગ્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો ડિઝીટલ પ્રચાર પણ વળ્યા છે. આમ હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ ચુંટણી પંચે છેલ્લા કેટલાક વર્ષ થી યોજાતી ચુંટણીઓમાં નજર દાખવવી પડી રહી છે. પરંતુ લોકડાઉન બાદ થી ડિઝીટલ પ્લેટફોર્મનો વપરાશ ખૂબ વધ્યો છે.

લોકોમાં ઇન્ટરનેટની આદત પણ વધી ચુકી છે. આ દરમ્યાન હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવતા વરચ્યુઅલ પ્રચાર જેવા શબ્દો પણ લોકવપરાશમાં આવવા લાગ્યા છે. આમ હવે ચુંટણી તંત્ર માટે પ્રચાર પર બાજ નજર રાખી આદર્શ આચાર સંહિતતા નુ પાલન કરવા સાથે ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ નજર રાખવી પડશે. ચુંટણી તંત્ર હવે સોશિયલ મિડીયા પણ પણ આવી જ રીતે નજર દાખવશે સાથે જ બલ્ક એસએમએસ પર પણ નજર રાખશે. આ માટે રાજ્યના ચુંટણી તંત્ર દ્રારા નોડલ તરીકે સાબરકાંઠા એસપી નિરજ બડગુર્જર (Niraj Badgurjar) ની નિમણુંક કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

IPS Niraj Badgurjar, SP Sabarkantha.

સોશિયલ મિડીયા નોડલ અને એસપી સાબરકાંઠા નિરજ બડગુર્જર એ કહ્યુ હતુ કે, ચુંટણી દરમ્યાના આચાપ સંહિતતા કે આઇટી એક્ટનો ભંગ થતો હશે તો એ માટેની કાર્યવાહી કરવામાં આવશે, જિલ્લા અને તાલુકા કક્ષાએ થી પણ આ અંગે ધ્યાન રાખવામાં આવશે. આ અંગે કોઇ ફરિયાદ હોયતો મને કે સ્થાનિક નોડલને ફરિયાદ કરી શકાશે.

નોડલ નિરજ બડગુર્જરે આગળ પણ કહ્યુ કે, આ માટે રાજ્યમાં ડીવાયએસપી સ્તરના જિલ્લા કક્ષાના નોડલ પણ નિમવામાં આવ્યા છે. સોશિયલ મિડીયા પર આચાર સંહિતા સંદર્ભે નોડલને ફરિયાદ મળશે તેઓ તે અંગે ની પ્રાથમિક વિગતોની ચકાસણી કરીને આચારસંહિતતા ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો ઉપરાંત ડિઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓએ પણ ચુંટણી લગતા સાહિત્યનો ઉપયોગ કરવામાં આચરસંહિતતાનુ પાલન કરવાની સાવચેતી દાખવવી પડશે. આઇટી એક્ટનો પણ ભંગ થયાનુ પણ સામે આવશે તો પણ તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ ચુંટણી તંત્ર પણ શાંતિપુર્ણ ચુંટણી યોજવા માટે દરેક પ્રકારે ચુસ્તતા દાખવતી કાર્યવાહી કરી રહ્યુ છે.

Next Article