Dwarka: ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં નવુ ઓક્સિજન ટેન્ક લવાયુ, ટેન્કની ક્ષમતા 10 હજાર લીટર

|

Apr 30, 2021 | 4:49 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન ટેન્ક પહોંચ્યું છે. આગામી બે કે ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે,

Dwarka: ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં નવુ ઓક્સિજન ટેન્ક લવાયુ, ટેન્કની ક્ષમતા 10 હજાર લીટર
ફાઇલ ફોટો

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટરની ક્ષમતાવાળું લિક્વિડ ઓક્સિજન ટેન્ક પહોંચ્યું છે. આગામી બે કે ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે, જેનો સીધો જ ફાયદો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને થશે અને ખંભાળીયાની હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજની ક્ષમતામાં વધારો થશે.

 

ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાં હાલ 100 જેટલા દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે અને તમામની સારવાર હાલ ચાલી રહી છે. એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ઓક્સિજનની જરૂર પણ વધી રહી છે, ત્યારે ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચાઓ કરાઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં હાલ બે ટેન્ક મળીને લિક્વિડ ઓક્સિજનના બે હજાર લીટરનો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં રિફીલિંગ કરવાની જરૂર દર 12 કલાકે પડી રહી છે. બીજી તરફ દર્દીઓને ઓક્સિજનની જરૂર વધી રહી છે. તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓક્સિજનનો જથ્થો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને જથ્થો પ્રયાપ્ત માત્રામાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લિક્વિડ ઓક્સિજનની 10 હજાર લીટરની ટેન્ક તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવી છે અને આગામી બે કે ત્રણ દિવસમાં તેનું ઈન્સ્ટોલેશન કરી કાર્યરત કરવામાં આવશે.

 

તેને રિફીલિંગ એક દિવસ બાદ કરવામાં આવે તે રીતે જથ્થો ઉપલબ્ધ રહેશે અને ઓક્સિજનનો જથ્થો પ્રયાપ્ત માત્રામાં રહેશે તો વધુ બેડ વધારવા માટેની હાલ વિચારણા ચાલી રહી છે અને વધુ બેડ ઓક્સિજન સાથે વધારી શકાય તે માટે આગામી દિવસોમાં તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કોરોનાની મહામારીમાં જિલ્લાને વધુને વધુ સુવિધાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ રહી છે અને નોડલ ઓફિસરની નિમણૂક કરી કોવિડ 19ની મહામારીમાં જિલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: આ રાજ્યએ વેક્સિન ડિલીવરી માટે શોધી કાઢી અનોખી રીત, કેન્દ્ર સરકારે પણ આપી મંજૂરી, જાણો વિગત

Next Article