
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉ રીશેડ્યુલ જાહેર કરાયેલી ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે.
26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને 25.06.2024 ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડ્યુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Published On - 6:05 pm, Tue, 25 June 24