દૂધનગરી આણંદમાં ભારતનું એકમાત્ર એનિમલ ફિઝિયોથેરાપી સેન્ટર

|

Nov 07, 2020 | 7:27 PM

વર્તમાન દોડધામભરી જિંદગીમાં આહાર-વિહારમાં ફેરફારના કારણે નાની-મોટી શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ઉપરાંત નાના, મોટા અકસ્માત, ઓપરેશન બાદ શરીરને રૂટીન પ્રક્રિયામાં લાવવા માટે ફિઝિયોથેરાપીની સારવાર લેવામાં આવે છે. ત્યારે પ્રાણીઓને પણ વિવિધ પ્રકારની શારીરિક તકલીફ સમયે ફિઝિયોથેરાપી સારવાર આપનાર સમગ્ર દેશના એકમાત્ર એનિમલ ફિઝિયોથેરાપી સેન્ટર આણંદની વેટનરી કોલેજના સર્જરી વિભાગમાં હાલમાં ચાલી રહ્યું છે. સામાન્ય […]

દૂધનગરી આણંદમાં ભારતનું એકમાત્ર એનિમલ ફિઝિયોથેરાપી સેન્ટર

Follow us on

વર્તમાન દોડધામભરી જિંદગીમાં આહાર-વિહારમાં ફેરફારના કારણે નાની-મોટી શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ઉપરાંત નાના, મોટા અકસ્માત, ઓપરેશન બાદ શરીરને રૂટીન પ્રક્રિયામાં લાવવા માટે ફિઝિયોથેરાપીની સારવાર લેવામાં આવે છે. ત્યારે પ્રાણીઓને પણ વિવિધ પ્રકારની શારીરિક તકલીફ સમયે ફિઝિયોથેરાપી સારવાર આપનાર સમગ્ર દેશના એકમાત્ર એનિમલ ફિઝિયોથેરાપી સેન્ટર આણંદની વેટનરી કોલેજના સર્જરી વિભાગમાં હાલમાં ચાલી રહ્યું છે. સામાન્ય રીતે માણસોમાં જયારે હાડકા કે સ્નાયુઓમાં ઈજાઓ થાય છે. ત્યારે જરૂરી ટ્રીટમેન્ટ બાદ ફીઝીયોથેરાપીસ્ટ પાસે જરૂરી સારવાર લેવી પડતી હોય છે, માણસોમાં ફીઝીયોથેરાપી સારવાર શબ્દ હવે નવો નથી પણ આપે ક્યારેય સાંભળ્યું છે કે પ્રાણીઓને પણ ફીઝીયોથેરાપી આપવામાં આવતી હોય? જી હા આણંદ કૃષિ યુનિવર્સીટીના વેટરનરી વિભાગમાં આવેલ સર્જરી વિભાગમાં ભારતમાં પ્રથમ વાર નિયમિત ફીઝીયો ઓપીડી અને સારવાર વિભાગ ચલાવવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઈજાગ્રસ્ત થયેલા માણસોને ફીઝીયોથેરાપીસ્ટ જે પ્રકારે સુચના અથવા સલાહ આપે છે, તેનું માણસો દ્વારા પાલન કરવામાં આવે છે પણ પ્રાણીઓને સમજાવવા એ સૌથી મોટી ચેલેન્જ હોવાનું તબીબ માની રહ્યા છે. જે રીતે ફીઝીયોથેરાપી સેન્ટરોમાં માણસોની સારવાર કરવામાં આવે છે તેજ પ્રકારે જુદા જુદા હાઈટેક સાધનોનો મદદથી પ્રાણીઓને પણ આ થેરાપી આપવામાં આવી રહી છે અને તેના પરિણામોથી પ્રાણીઓના માલિકો પણ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ભરૂચ નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જાણો શું છે કારણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રાણીઓમાં પણ અસાધ્ય રોગો થતા હોય છે અને મોટાભાગના પશુમાલિકો આ બાબતથી અજાણ હોય છે. વિદેશમાં એનિમલ ફિઝિયોથેરાપીસ્ટનું ખાસ ચલણ છે. પરંતુ ભારતમાં આ ક્ષેત્રે હજી જાગૃતતા આવી નથી. જોકે આણંદ વેટરનરી કોલેજમાં અત્યાર સુધીમાં કૂતરાં, ઘોડા, ગાય, ભેંસ, ખિસકોલી અને વન વિભાગ દ્વારા લવાયેલ કીડીખાઉ (પેગોનીલ)ની ફિઝીયો સારવાર કરી હતી. દવા જે સ્થિતિમાં કામ ન કરે, પ્રાણીને જૂનો રોગ હોય અને દવાથી સારું ન થયું હોય તેવા પ્રાણીઓને મસ્કયુલર દુ:ખાવો, હાડકાનો દુ:ખાવો તેમજ સ્ટીફેન્સ, ફાઇબ્રોસીસ અને લીગામેન્ટ જોઇન્ટના દુ:ખાવામાં દવા સાથે ફિઝિયોથેરાપી આપવાથી સારા પરિણામ મળેલા જોવા મળ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article