કોરોનાના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનું તબીબને પડ્યું ભારે, ગુજરાત મેડિકલ કાઉન્સીલે સસ્પેન્ડ કર્યું લાયસન્સ

|

Oct 12, 2020 | 6:31 PM

કોરોનાના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનું એક તબીબને ભારે પડ્યું છે. અમદાવાદના આનંદનગર રોડ પર હોસ્પિટલ ધરાવતા ડૉ. વિપુલ પટેલનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે. ડૉક્ટર વિપુલ પટેલ પોતે ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ હોવાનું જણાવીને શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મોકલતા હતા. દર્દીને મોકલતી વખતે ડૉક્ટર વિપુલ પટેલ એમ કહેતા હતા કે દર્દી તેમના […]

કોરોનાના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનું તબીબને પડ્યું ભારે, ગુજરાત મેડિકલ કાઉન્સીલે સસ્પેન્ડ કર્યું લાયસન્સ

Follow us on

કોરોનાના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનું એક તબીબને ભારે પડ્યું છે. અમદાવાદના આનંદનગર રોડ પર હોસ્પિટલ ધરાવતા ડૉ. વિપુલ પટેલનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે. ડૉક્ટર વિપુલ પટેલ પોતે ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ હોવાનું જણાવીને શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મોકલતા હતા. દર્દીને મોકલતી વખતે ડૉક્ટર વિપુલ પટેલ એમ કહેતા હતા કે દર્દી તેમના ઓળખીતા છે અને તેમની સારવારનું જે બિલ થશે તે પોતે ભરી દેશે. દર્દીને રજા આપવામાં આવે ત્યારે ડૉ. વિપુલ પટેલ બિલ પણ ભરી દેતા હતા, પરંતુ તેઓ દર્દીના સગાના હાથમાં તોતિંગ બિલ પકડાવતા હતા. બિલની રકમ જોઈને જ દર્દીના સગાઓની આંખો પહોળી થઈ જતી હતી. ડૉ.વિપુલ પટેલ આનંદનગર રોડ પર આવેલા સ્તવન અલ્તેઝામાં ક્લિનિક ધરાવતા હતા અને તે દર્દીઓને સાલ, મેડીલિંક અને પુષ્ય જેવી મોટી મોટી 12 હોસ્પિટલમાં દર્દીઓને મોકલતા હતા. ડૉક્ટર વિપુલ પટેલ પોતાને એમડી, ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ગણાવતા હતા, પરંતુ તેમનું રજિસ્ટ્રેશન ચેક કરતા તે માત્ર MBBS હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: સુરત: નહીં થાય વેપારીઓને નુકસાન અને મળશે હીરાના પુરા ભાવ, ઓનલાઈન કરી શકાશે હીરાનું ખરીદ-વેચાણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article