મણિનગર સ્વામિનારાયણ મંદિરે સદગુરુદિન અને સોમવતી અમાસે ડ્રેગન ફ્રૂટનો ભોગ ધરાવાયો

|

Sep 06, 2021 | 3:30 PM

શ્રાવણ વદ અમાસ - શ્રી સદગુરુ દિન અને સોમવતી અમાસ અને "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ" ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને ડ્રેગન ફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

મણિનગર સ્વામિનારાયણ મંદિરે સદગુરુદિન અને સોમવતી અમાસે  ડ્રેગન ફ્રૂટનો ભોગ ધરાવાયો
Dragon fruit was offered to loard Swaminarayan at Maninagar Swaminarayan temple

Follow us on

AHMEDABAD : આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસનું ઘણું મહત્ત્વ છે. શ્રાવણ માસ એ ભગવાનની વિશેષ ભક્તિ કરવાનો માસ છે. આ વખતે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો અને સોમવારે જ શ્રાવણ માસની પૂર્ણાહુતિનો સંયોગ સર્જાયો છે. વળી, એમાં પણ આજે અમાસ છે. શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહેવામાં આવે છે. વળી, એમાં પણ સુયોગ કે આજે સોમવતી અમાસ છે. સોમવતી અમાસના દિવસે તીર્થસ્નાન કરવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ દિવસનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સમૃદ્ધ, સ્વસ્થ અને બધા દુઃખથી મુક્ત થઇ જશે. એવું પણ માનવામાં આવે છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થઇ જાય છે.

સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રાવણ વદ અમાસ – શ્રી સદગુરુ દિન અને સોમવતી અમાસ અને “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર ગ્રંથ” ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને ડ્રેગન ફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ મંદિર, મણિનગર -અમદાવાદ ખાતે સ્વામિનારાયણબાપા, સ્વામીબાપા અને વેદરત્ન આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભક્તિભાવથી ડ્રેગન ફ્રૂટનો મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણબાપા, સ્વામીબાપા સમક્ષ ડ્રેગન ફ્રૂટની કલાત્મક સજાવટ કરવામાં આવી હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ડ્રેગન ફ્રૂટમાં 70 થી 80 ટકા જેટલો પલ્પ હોય છે જે ફક્ત તે જ ખાધ ભાગ છે. ઘણા બધા ચિકિત્સકોનું કહેવું છે કે તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરના ઝેરી દ્રવ્યો ઓછા કરે છે તેમજ કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. તેમાં વિટામિન C, એન્ટિઓક્સિડંટ, ફાઇબર, અને કેલ્શિયમ ભરપૂર હોય છે. લાલ અને ગુલાબી ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કુદરતી રંગો બનાવવામાં પણ કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ ડેન્ગ્યુ તાવમાં રામબાણ ઔષધી છે. ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો – ભક્તોએ સાથે મળીને આજે ડ્રેગન ફ્રૂટના મનોરથનું સુદર્શન કર્યું છે, પ્રદર્શન નહિ; ભક્તિનાં પ્રદર્શન હોતા નથી પરંતુ ભકિતનાં તો દર્શન હોય છે. જેમાં ડ્રેગન ફ્રૂટનો કલાત્મક મનોરમ્ય શણગાર કરવામાં આવ્યો છે. તેના દર્શન સહુ ભક્તો પ્રેમથી, લાગણીથી કરે અને તેનાં દર્શનથી આધ્યાત્મિક આનંદ મળે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા – માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સંતોએ ભક્તિભાવથી ડ્રેગન ફ્રૂટની કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં.

આ પણ વાંચો : BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

Next Article