Ahmedabadની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી, 1000 સેવાકર્મીઓ માટે રાશનકીટ અને 1 એમ્બ્યુલન્સનું દાન

|

May 14, 2021 | 10:21 PM

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઈ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે.

Ahmedabadની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી, 1000 સેવાકર્મીઓ માટે રાશનકીટ અને 1 એમ્બ્યુલન્સનું દાન

Follow us on

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઈ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે સફાઈકર્મીઓ પણ આ કપરી પરિસ્થિતિમાં દાયિત્વ અદા કરી રહ્યાં છે.

 

 

આ સેવાકર્મી સમા સફાઈકર્મીઓના દાયિત્વને બિરદાવવા આજે અમદાવાદની સેવાભાવી સંસ્થા ‘જસ્ટ 100’ દ્વારા સિવિલ હોસ્પિટલના સેવાકર્મીઓના પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ આરોગ્યકર્મીઓના પરિવારજનોને રાશનકીટ ઉપયોગી નીવડે તે હેતુસર આ સેવાભાવી સંસ્થા દ્વારા ઉમદુ કાર્ય કરવામાં આવ્યું છે. આ કીટમાં 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 2 કિલો ખાંડ, 1 લીટર તેલ, મગ દાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

 

જે હોસ્પિટલ સેવાભાવી સફાઈકર્મી પરિવારજનોને જીવન જરૂરિયાતની આવશ્યકતા પૂરી પાડશે.
સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સિક્યુરીટી સેવા આપી રહેલી સલામતી સિકયુરીટી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઈકો- એમ્બ્યુલન્સ આપવામાં આવી છે.

 

 

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટના ધર્મપત્નીએ પણ આ સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી કરી હતી. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા બંને સેવાભાવી સંસ્થાના ઉમદા કાર્ય અને સમાજ પ્રત્યેના દાયિત્વને બિરાદાવીને તેમને આવકારવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Cyclone Tauktae : 21 વર્ષ બાદ મે માસમાં ગુજરાત પહોંચનારું પ્રથમ ચક્રવાતી તોફાન હશે Tauktae

 

Published On - 9:59 pm, Fri, 14 May 21

Next Article