રાજકોટના જસદણમાં લૂંટની ઘટના સામે આવી છે.જસદણમાં વેપારી સાથે 3 લાખથી વધુની લૂંટની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે જસદણના એક વેપારી શૈલેષ ડાહ્યા નજીકની એક બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા જ્યાંથી તેઓએ 1 લાખ રુપિયા ઉપાડ્યા અને તેમની પાસે રહેલા 2 લાખ રુપિયા એમ મળીને કુલ 3 લાખ રુપિયાની લૂંટ બે અજાણ્યા શખ્સો દ્વારા આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે સીસીટીમાં કેદ દ્રશ્યોના આધારે તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો